પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી સાયલી નામની યુવતીના કહેવાથી લઈને આવ્યાની કબુલાત
મોરબી શહેરના પંચાસર રોડ પર રાજનગર નજીક આવેલ નિત્યાનંદ પાર્કમાં રહેતા અને મૂળ જુના સાદુળકા ગામનો યોગેશ રતિલાલ દસાડીયા નામનો 30 વર્ષીય યુવક અને કોલ્હાપુરથી પ્રીતમ નામનો શખ્સ બેંગ કોક ગયો હતો અને ત્યાંથી પરત ફરતી વખતે તેની સાથે હાઈ બ્રીડ ગાંજા નો 11 કિલો 997 ગ્રામ ગાંજો લઈને મુંબઈ એરપોર્ટ ઉતરી બન્ને ત્યાંથી તે નાસિક અને ત્યાંથી કોલ્હાપુર ગયા હતા કોલ્હાપુરથી પ્રતીમ છૂટો પડ્યો હતો જયારે નિધિ નામની યુવતીએ તેને પુના ઉતરી જવા અને ત્યાં પહોચ્યા બાદ આ ગાંજો પહોચાડવાનો છે તે કહેશે તેમ જણાવ્યું હતું જે બાદ તે ટ્રાવેલ્સમાં ગુજરાત તરફ આવ્યો હતો ખાનગી બસમાં અમદાવાદ માં ઉતરી મોરબી તરફ આવવા બે બેગ લઇ બસની રાહ જોતો હતો તે દરમિયાન રોપડા ચેક પોસ્ટ પાસેથી અમદાવાદ સીટી પોલીસે તેના વાહનોની તપાસ કરી હતી બેગની તપાસ કરતા અલગ અલગ બેગમાં કુલ 24 જેટલી નાના પેકેટ મળી આવ્યા હતા જેથી એની ચકાસણી કરતા તેમાં ગાંજો મળી આવ્યો હતો તાત્કાલિક આ પેકેટ જપ્ત કરી એફ એસ એલની તપાસ કરતા આ ગાંજો હોવાનું સામે આવતા તેનું વજન કરતા લગભગ 11 કિલો 997 ગ્રામ હોવાનું સામે આવતા પોલીસે આરોપી યોગેશ રતિલાલ દસાડીયા વિરુદ્ધ એન ડી પી એસ એકટ હેઠળ ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી તેની પાસેથી બેંગ કોક મુંબઈ ટીકીટ, પાસપોર્ટ મોબાઈલ અને પાકીટ સહિતનો કુલ રૂ ૩ કરોડ 60 લાખનો મુદામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

