HomeGujaratબોગસ આયુષ્યમાન કાર્ડ બનાવવાનું કૌભાંડનો પણ પર્દાફાશ, પોર્ટલમાં ચેડા કરી 1200 કાર્ડ...

બોગસ આયુષ્યમાન કાર્ડ બનાવવાનું કૌભાંડનો પણ પર્દાફાશ, પોર્ટલમાં ચેડા કરી 1200 કાર્ડ બનાવ્યા

અમદાવાદ ક્રાઈમ બ્રાંચની તપાસમાં બોગસ આયુષમાન કાર્ડ બનાવી સરકારને ચૂનો ચોપડવાના કૌભાંડનો પણ પર્દાફાશ થયો છે. ખ્યાતિકાંડના આરોપી કાર્તિક પટેલ અને ચિરાગ રાજપૂતે અન્ય 8 લોકો સાથે મળી આ કૌભાંડ આચર્યું હોવાનો પર્દાફાશ થયો છે. કાર્તિક પટેલના કહેવાથી જ ચિરાગ રાજપૂતે અન્ય લોકો સાથે મળી બોગસ PMJAY કાર્ડ તૈયાર કરાવતો હતો. લાખો રૂપિયાની સારવારનો ખોટી રીતે લાભ લેવા માટે માત્ર 1500 રૂપિયામાં બોગસ PMJAY કાર્ડ બનાવી દેવાતું હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. આરોપીઓ દ્વારા સરકારી પોર્ટલમાં ચેડા કરી આ સમગ્ર કૌભાંડ આચરવામાં આવતું હોવાની વિગતો પણ સામે આવી છે. આ કૌભાંડ બાબતે કુલ 10 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

આરોપીઓ દર્દી પાસેથી 1500 લઈ બોગસ કાર્ડ તૈયાર કરાતું હતું,

કાર્તિક પટેલના કહેવાથી ચિરાગ રાજપૂતે નિમેષ ડોડીયા પાસે કાર્ડ બનાવતો હતો. જે કાર્ડના 1500થી 2000 રૂપિયા લાભાર્થી પાસેથી વસૂલવામાં આવતા હતા. જેમાંથી નિમેશને રૂ.1000 મળતા હતા. નિમેશ ડોડીયા દ્વારા આયુષ્યમાન કાર્ડ બનાવવાના અલગ-અલગ પોર્ટલ વાપરતો હતો. જે પોર્ટલોમાં જુદા-જુદા કાર્ડો બનાવી આપવાની જાહેરાતો કરી અલગ-અલગ લોકોના સંપર્કમાં આવેલો હતો. તેમજ જુદા-જુદા વોટ્સએપ ગ્રુપ તથા ટેલીગ્રામ ગ્રુપમાં જોડાયેલ હતો. આ ગ્રુપ મારફતે તે મો. ફઝલ, મો. અસ્ફાક, નરેન્દ્રસિંહ ગોહિલ અને ઈમ્તિયાઝના સંપર્કમાં આવ્યો હતો.

આયુષમાન પોર્ટલમાં ચેડા કરી 1200થી વધુ કાર્ડ બનાવ્યા,

આ તમામ લોકોએ મળીને આશરે 1200થી 1500 કાર્ડ બનાવ્યા હતા. આયુષમાન કાર્ડ સરકારી પોર્ટલની ટેક્નિકલ ખામીનો દુરૂપયોગ કરી વેબસાઈટ પર જઈ ત્યાં સોર્સ કોડ સાથે ચેડા કરી કાર્ડ બનાવેલા હતા. નિમેષ ડોડીયા અને નરેન્દ્રસિંહ ગોહિલને આયુષમાન કાર્ડનું E-KYC એપ્રુવ કરવા માટે એન્સર કોમ્યુનિકેશન પ્રાઈવેટ લિમિટેડ કંપનીના નિખિલ પારેખે ગેરકાયદે રીતે યુઝર આઈડી બનાવી આપ્યું હતું. જે પેટે તે માસિક 8 થી 10 હજાર રૂપિયા લેતો હતો.

આરોપી:-

કાર્તિક પટેલ, અમદાવાદ

ચિરાગ રાજપૂત, અમદાવાદ

નિમેશ ડોડિયા, અમદાવાદ

મોહમ્મદફઝલ શેખ, અમદાવાદ

મોહમ્મદઅસ્પાક શેખ, અમદાવાદ

નરેન્દ્રસિંહ ગોહિલ, ભાવનગર

ઈમ્તિયાજ, ભાવનગર

રાશિદ, બિહાર

ઈમરાન જાબીર હુસેન કારીગર, સુરત

નિખિલ પારેખ, અમદાવાદ

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW