HomeGujaratટંકારાના શાક માર્કેટમાં વેપારી ફ્રુટની સાથે ગાંજાનું વેચાણ કરતો ઝડપાયો 

ટંકારાના શાક માર્કેટમાં વેપારી ફ્રુટની સાથે ગાંજાનું વેચાણ કરતો ઝડપાયો 

આરોપી પાસેથી અને તેના ઘરેથી 1.5 કિલો ગાંજા મોબાઈલ સહીત રૂ.- 45 હજારનો મુદામાલ જપ્ત, 

ટંકારાની શાક માર્કેટ વિસ્તારમાં એસઓજીએ દરોડા પાડી ગાંજા સાથે ફ્રુટના વેપારીને ઝડપી લીધો હતો. આરોપીની પૂછપરછમાં વધુ ગાંજો ઘરે છુપાવેલ હોય જેથી તેની તપાસ કરતા ત્યાંથી મળેલા ગાંજા સહીત કુલ દોઢ કિલો જેટલો જથ્થો હોવાનું સામે આવતા એસઓજી દ્વારા ગાંજો અને મોબાઈલ સહીત 45 હજારથી વધુનો મુદામાલ જપ્ત કર્યો હતો. 

મોરબી એસઓજીની ટીમ દ્વારા ટંકારા શહેરની શાક માર્કેટ વિસ્તારમાં એક શખ્સ ફ્રુટની સાથે સાથે ગેરકાયદે વેચાણ કરતા હોવાની બાતમી મળી હતી, જેના આધારે એસઓજીની ટીમે દરોડો પાડ્યો હતો અને ત્યાંથી હુસેન ઉર્ફે સબલો સલીમભાઈ સોલંકી નામના શખ્સને ઝડપી લીધો હતો. તેની પાસે સ્થળ પર 100 ગ્રામ ની પડીકી પકડાઈ હતી. જે બાદ આરોપીની પૂછપરછ કરતા બાકીનો ગાંજો ઘરમાં છુપાવેલા હોવાની કબુલાત કરતા આરોપી પાસેથી વધુ ગાંજો જપ્ત કર્યો હતો. આરોપી પાસેથી એક કિલો ચારસો ગ્રામ ગાંજો મોબાઈલ સહીત રૂ.- 45 હજારનો મુદામાલ જપ્ત કર્યો હતો. આરોપી વિરુદ્ધ ગુનો નોધી ટંકારા પોલીસ મથકમાં એન ડી પી એસ એક્ટ હેઠળ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી હતી. આરોપીએ આટલો મોટો જથ્થો કોની પાસેથી મેળવ્યો હતો અને કોને કોને તેનું વેચાણ કર્યું તેમજ કેટલા સમયથી ગેરકાયદે વેચાણ કરે છે તે અંગે તપાસ હાથ ધરી છે. 

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW