મોરબી પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમીના આધારે પોલીસે વિજય કોટીઝ પાસે રેડ મારતા ત્યાં નોટ નંબરીનો જુગાર રમતા ગોપાલભાઈ રામજીભાઈ સોલંકી, શબીરભાઇ મેબુબભાઈ ચૌહાણ અને યુનુસભાઈ નથુશાહ શાહમદા નામના ત્રણ શખ્સોને પોલીસે કુલ રૂ.- 3800 ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. મોરબી સીટી એ-ડીવીઝન પોલીસે તે શખ્સો વિરુદ્ધ જુગારધારા એક્ટ મુજબ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

