રાજ્ય સરકારને દર વર્ષે કરોડોની આવક કરાવતી સબ રજીસ્ટાર કચેરી પાસે પોતાનું મકાન ન હોય જેથી ઘણા સમયથી આ કચેરી મોરબી તાલુકા સેવા સદનમાં ચાલી રહી છે. તાલુકા સેવા સદન માં અલગ અલગ વિભાગો બેસતા હોવાથી આમ પણ અલગ અલગ કચેરીઓમાં જગ્યા નો અભાવ જોવા મળે છે. જેના કારણે અરજદારો અને કર્મચારીઓ બંનેને પરેશાની નો સામનો કરવો પડે છે. તેવી સ્થિતિમાં હાલ સબ રજીસ્ટાર કચેરીની રીનોવેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે, માત્ર ચાર રૂમમાં જ બેસથી આ કચેરીમાં હાલ રીનોવેશનની કામગીરીને પગલે આખી કચેરી માત્ર એક રૂમમાં જ સમાવી દેવાતા હાલ કચેરીમાં પગ મૂકવાની પણ જગ્યા ન હોય જેના કારણે કામગિરી કેમ કરવું એ પણ પડકાર જનક બની છે. હાલ કચેરીમાં દૈનિક 80 થી 90 દસ્તાવેજ નોંધણી થાય છે. જોકે હાલ નોધનીમાં ઘટાડો થયો છે કારણ કે, દિવાળી પહેલા આં કચરીમાં ૧૦૦થી ૧૨૫ જેટલા દસ્તાવેજ નોંધણી થતાં હતા હવે જો ફરી આં સંખ્યા આવે તો કામગીરી ક્યાં કરવી રેકોર્ડ ક્યાં સાચવવો તેમજ અરજદારોને ક્યાં ઊભા રાખવા તે મોટો પ્રશ્ન સર્જાયો છે.
તાલુકા સેવા સદનમાં બીજા રૂમની માગણી કરી પણ ઓલરેડી બધા રૂમ ભરાયેલા છે
તાલુકા સેવા સદન કચેરીમાં હાલ અલગ અલગ વિભાગ બેસે છે. જેથી મોટાભાગના રુમ ભરાયેલ છે આં બાબતે માર્ગ મકાન વિભાગ અને જિલ્લા કલેકટર સમક્ષ માગણી મૂકી હતી. જોકે અહીં મોટાભાગના રૂમ ભરાયેલ હોવાથી જગ્યા હાલ ઉપલબ્ધ નથી જ્યાં સુધી વ્યવસ્થા ન થાય ત્યાં સુધી આં જે જગ્યા ઉપલબ્ધ છે. તેમાં કામ ચલાવીએ છીએ અરજદારને થોડી મૂશ્કેલી આવી શકે પણ અમારા દ્વારા શક્ય તેટલો પ્રયાસ કરીશું જેથી તેને હેરાનગતિ ન થાય તેમ મોરબી સબ રજીસ્ટર અધિકારી કે. ડી જાડેજા એ જણાવ્યુ હતું.

