HomeGujaratમોરબીમાં 1ડિસેમ્બરે બાળકોમાં વિજ્ઞાન ટેકનોલોજીના રુચિ જગાવતા 89 પ્રોજેકટ નું પ્રદર્શન 

મોરબીમાં 1ડિસેમ્બરે બાળકોમાં વિજ્ઞાન ટેકનોલોજીના રુચિ જગાવતા 89 પ્રોજેકટ નું પ્રદર્શન 

મોરબી: બાળકોમાં વિજ્ઞાન અને ટેકનોલોજી માં રુચિ વધે અને સાથે સાથે આંતરિક કૌશલ્ય વિકાસ થાય તે માટે મોરબીના નર્મદા બાલઘર દ્વારા સમયાંતરે અલગ અલગ એક્ટિવીટી કરવામાં આવે છે. ત્યારે આ એક્ટિવીટીના ભાગરૂપે આગામી એક ડિસેમ્બરના રોજ સાર્થક વિદ્યા મંદિર, કેસરબાગ પાછળ, એલ. ઈ. કોલેજ રોડ, પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. 

આજની સ્પર્ધાત્મક અને ઝડપથી વિકસતી દુનિયામાં જ્યારે એક બાજુ યુવાનોને નોકરી મેળવવામાં મુશ્કેલીઓ પડી રહી છે, ત્યારે બીજી બાજુ, ઘણી બધી જગ્યાએ યોગ્ય લાયકાત વાળા વ્યક્તિઓની કમીને કારણે જગ્યાઓ ખાલી રહે છે. આ બધી પરેશાનીઓના નિવારણરૂપે નર્મદા બાલઘરે બાળકોમાં કૌશલ્ય વિકાસ થાય અને તે સારી નોકરી મેળવે અથવા ઇન્ટરપ્રીન્યોનર બનીને બીજા યુવાનોને પણ નોકરી આપી શકે તેટલો કાબીલ બની શકે, તે માટે કૌશલ્ય આધારિત 89 કોર્સ તૈયાર કર્યા છે.

નર્મદા બાલઘરનો ઉદ્દેશ્ય બાળકોને અનુભવી વિજ્ઞાન, 3ડી પ્રિન્ટિંગ, ડ્રોન ટેક્નોલોજી, ડિજિટલ સિટિજન,A.I ટૂલ્સ, A.I પ્રોડક્ટ, Virtual Reality, Augmented Reality, ડ્રૉઇંગ, ડિજિટલ ડ્રૉઇંગ, સ્ટોન મ્યુરલ વર્ક, ઈલેક્ટ્રોનિક મ્યુરલ વર્ક, ભરતગૂંથણ, સંગીત, સ્કેટિંગ, કમ્પ્યુટર ઓપરેશન, કમ્પ્યુટર કોડિંગવગેરે જેવા વિષયોનો અનુભવી જ્ઞાન આપવાનો છે. જેથી બાળક ભવિષ્યમાં આત્મસક્ષમ બની શકે છે. આ પ્રવૃતિઓને બાળકો સુધી પહોંચાડવા માટે નર્મદા બાલઘર MAKER’S ROOM MOVEMENT ચલાવે છે. જ્યાં બાળકો 89 વિષયોનું જ્ઞાન મેળવી શકે છે. જેના ભાગરૂપે નર્મદા બાલઘર શાળાઓને ટેક્નોલોજીના તથા જે તે વિષયોના સાધનોથી સુસજ્જ કરે છે તથા તેમના શિક્ષકોને ટ્રેનિંગ આપે છે. જેથી દરેક શાળાના બાળકોને આ જ્ઞાન મળી શકે. તમામ બાળકો અને છાત્રોને પ્રદર્શન નિહાળવા અપીલ કરવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW