HomeGujaratમોરબીમાં ગાળો બોલવાની ના પાડતા યુવક અને તેના ભાઈ પર છરી વડે...

મોરબીમાં ગાળો બોલવાની ના પાડતા યુવક અને તેના ભાઈ પર છરી વડે હુમલો 

મોરબી શહેરના જુના બસ સ્ટેન્ડ પાછળ આવેલા મચ્છી ફીટ વિસ્તારમાં રહેતા સલીમ હુસેન મોવર નામના આધેડનો દીકરો સમીર ઘર પાસે આવેલી ઇદ મસ્જિદ પાસે બેઠો હતો. તે દરમિયાન જોન્સ નગર વિસ્તારમાં રહેતો મહેબુબ કાસમ થૈયમ નામનો શકસ ગાળો બોલતો હોય જેથી સમીરે મેહબૂબને ગાળો બોલવાની ના પાડતા તે ઉશ્કેરાઈ ગયો હતો અને ઝઘડો કરવા લાગતા સમીરે તેના મોટાભાઈ નિઝામને ફોન કરીને ત્યાં બોલાવતા નિઝામ ત્યાં પહોચ્યો હતો અને  મેહબૂબને સમજાવ્યો હતો. બાદમાં પોતાના ભાઈને ઘરે લઈ ગયો હતો. આ દરમિયાન મહેબૂબ ઉશ્કેરાઈ જઈ સલીમભાઈના ઘરે પહોંચ્યો હતો અને બંને ભાઈઓ સમીર અને નિઝામ ઉપર છરી વડે હુમલો કર્યો હતો. આ દરમિયાન સલીમભાઈના પત્ની રજીયા બેન વચ્ચે પડતા તેના પર પણ આ શખ્સ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ઘટના બાદ બીજા ગ્રસ્તોને સારવારથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે સલીમભાઈ મોવરની ફરિયાદ આધારિત એ-ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW