HomeGujaratમોરબીની લાઈટ માઈક્રો ફાયનાન્સ પેઢીમાં ચોરીનો ભેદ ઉકેલાયો,બે કર્મચારી અને તેના મિત્રોની...

મોરબીની લાઈટ માઈક્રો ફાયનાન્સ પેઢીમાં ચોરીનો ભેદ ઉકેલાયો,બે કર્મચારી અને તેના મિત્રોની ધરપકડ

મોરબી શહેરના સનાળા રોડ પરની  સત્યમ પાન વાડી શેરીમા લાઈટ માઈક્રો ફાયનાન્સ નામની પેઢીમાં તા 15 ના રાતે મોઢે રૂમાલ અને ટોપી પહેરી તસ્કર ત્રાટક્યાં હતા અને ઓફીસના શટરના તાળા તોડી અંદર ચાવીની મદદમાંથી રૂ 7 લાખ રોકડની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ બનાવમાં મેનેજરે એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવતા એ ડીવીઝન પોલસી અને એલસીબી ની ટીમ વ્દારા તપાસ શરુ કરી હતી અને ફાયનાન્સ ઓફિસના સીસીટીવી કેમેરા અને શહેર અલગ અલગ વિસ્તારમાં નેત્રમ પ્રોજેક્ટના સીસીટીવી કેમેરાની તપાસ કરતા એક બાઈકમાં બે શખ્સ મોઢે રૂમાલ બાંધી આવતા નજરે પડ્યા હતા બીજી તરફ તસ્કરોએ ચાવીથી રૂપિયા કાઢતા ચોરી કરનાર જાણ ભેદુ હોવાની આશંકા ગઈ હતી જેથી પોલીસ દ્વારા શહેરના સીસીટીવી ફૂટેજ તપાસ કરતા બાઈકની ઓળખ મેળવી હતી અને હ્યુંમન ઈન્ટેલીજન્સ ની મદદથી શંકાસ્પદ નવલખી રોડ પરથી મ,મોરબી તરફ આવતા હોવાની બાતમી મળી હતી જેના આધારે એલસીબીની ટીમે રેલ્વે સ્ટેશન પાસેથી બાતમી વાળા બાઈકને અટકાવી  તેના નામ પૂછતાં  એક નું નામ મયુર ઈશ્વર કોતવાલ અને બીજાનું નામ વરુણ મનસુખ ડોડીયા જણાવ્યુ હતું બન્ને વ્યક્તિની તલાસી લેતા તેના ખીસ્સામાંથી મોબાઈલ અલગ અગલ 5 ચાવીઓ અને રોકડ રકમ મળી આવી હતી પોલીસે આ બાબતે પૂછ પરછ કરતા ગોળ ગોળ વાતો કરતા પોલીસે તેની આગવી ઢબે પૂછ પરછ કરતા જય ઉર્ફે શનિ પ્રવીણભાઈ સોલંકી અને અભિષેક કિશોર દેવ મુરારી  દ્વારા ચાવી આપવમાં આવી હતી અનેતેઓએ ચોરી કરવાનો પ્લાન બનાવ્યા હોવાનું જણાવ્યું હતું જેથી પોલીસે આરોપીઓ પાસેથી રૂ 7 લાખ રોકડા બાઈક અને ચાર મોબાઈલ,પોલીસે આ બન્ને શખ્સની પૂછ પરછ આધારે ફાયનાન્સ કંપનીના કર્મચારી  જય ઉર્ફે શનિ પ્રવીણભાઈ સોલંકી અને અભિષેક કિશોર દેવ મુરારીની પણ ધરપકડ કરી તેની પાસે થી 7 લાખ રોકડ, 4 મોબાઈલ બાઈક તેમજ ચોરી કરવા વપરાયેલ અન્ય મુદમાલ  મળી કુલ 8 લાખનો મુદામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી 

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW