HomeGujaratમોરબી: લાકડીયા-અમદાવાદ ટ્રાન્સમીશન લાઈનનું કામ તાત્કાલિક અટકાવવા અંગે કોંગ્રેસની CMને રજુઆત

મોરબી: લાકડીયા-અમદાવાદ ટ્રાન્સમીશન લાઈનનું કામ તાત્કાલિક અટકાવવા અંગે કોંગ્રેસની CMને રજુઆત

મોરબી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખુબ જ ગંભીર છે. આવી પરિસ્થિતિમાં ડમ્સ, દારૂ, ખનીજ ચોરી, વ્યાજચોરી, મર્ડર માત્રને માત્ર સામાન્ય બની ગયેલ છે. સામાન્ય જનતા તથા ખેડુતો ઉપર અન્યાય-અત્યાચાર થઈ રહ્યો છે. ખેડુતોની કાળજા સમાન જમીનો ઉપર પ્રાઈવેટ કંપનીઓના હકકના કારણે ખેડુતો ન્યાય માટે વલખા મારી રહ્યા છે.

મોરબી જીલ્લાના માળીયા તથા હળવદ તાલુકામાંથી પાવર ગ્રીડની 765 કેવી લાકડીયા-અમદાવાદ ટ્રાન્સમિશનની લાઈન પસાર થાય છે. જેમાં ખેડુતોને કોઈ પણ પ્રકારનું વળતર ચુકવ્યા વિના બળજબરી પૂર્વક તથા ખેડુતોને સાંભળ્યા વિના કામ કરવામાં આવી રહયું છે, જેથી ખેડુતીના ન્યાય માટે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા આ કામ તાત્કાલિક ધોરણે અટકાવવા અંગે મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે.

જો આ કામ 3 દિવસમાં અટકાવવામાં નહીં આવે તો તા. 22/11/2024ના રોજ મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ તથા કોંગ્રેસ આગેવાનો દ્વારા ખેડુતોને સાથે રાખી ઉગ્ર આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW