પ્રથમ કિસ્સામાં મોરબીના નીચી માંડલ ગામે આવેલ નોકેન વિટરીફાઇડ કારખાનાના લેબર કવાટર્સમાં રહેતા વીરેન્દ્ર અતરસિંગ ચૌધરી નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મોત નીપજ્યું હતું.
બીજા બનાવમાં મોરબીના રફાળેશ્વર ગામે મછોનગરમા રહેતા અને છેલ્લા પાંચેક વર્ષથી એકલું જીવન જીવતા વિરમભાઈ દેવશીભાઈ વાંસફોડીયા ઉ.25 નામના યુવાને વીજ થાંભલા સાથે લટકી જઈ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
જ્યારે ત્રીજા બનાવમાં મોરબી તાલુકાના પીપળી ગામે રહેતી મૂળ ઉત્તર પ્રદેશની વતની બબીતાદેવી અરવિંદકુમાર નામની પરિણીતા ગત તા.2 ઓક્ટોબરના રોજ બાથરૂમમાં પડી જતા સારવાર દરમિયાન અમદાવાદ હોસ્પિટલ ખાતે મૃત્યુ નીપજ્યું હતું.
જ્યારે ચોથા બનાવમાં મોરબીના શોભેશ્વર રોડ ઉપર લેન્ડવુડ સિરામિક સામે લીમડાના ઝાડ ઉપર લટકી જઈ ગોપાલ સોહનભાઈ ધાસી રહે.સિમ્પોલો સિરામિક, ઘુંટુ રોડ, મોરબી નામના યુવાને ગળેફાંસો ખાઈ લીધો હતો.
પાંચમા બનાવમા મોરબી તાલુકાના જુના જાંબુડિયા ગામે ધર્મસિદ્ધિ સોસાયટીમાં રસોઈ બનાવતી વખતે ગેસની લાઇન ફાટતા દેવાંશીબેન રામસિંગભાઈ રાઠવા ઉ.16 નામની સગીરાનું મૃત્યુ નીપજ્યું હતું. આ પાંચેય બનાવમાં મોરબી તાલુકા પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.

