મોરબીના આમરણ – ધૂળકોટ રોડ ઉપર સ્વામિનારાયણ ફાર્મ સામે GJ-20-BA-4547 નંબરનો બાઈક ચાલક તેનું બાઈક પુરઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી GJ-03-CQ-5360 લઈને જઈ રહેલા જયકીશનભાઈ પ્રવીણભાઈ ચૌહાણ ઉ.24ના બાઈક સાથે અથડાતા અકસ્માત સર્જતાં જયકીશનભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ વિમલભાઈ ચૌહાણએ બાઈક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે, પોલીસે બાઈક નંબરના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

