મોરબી શહેરમાં વ્યાજખોરીના ગુન્હામાં અવાર નવાર પોલીસ ચોપડે ચડી ચૂકેલા આરોપી પારસ ઉર્ફે ભોલો મુકેશભાઈ જારીયા ઉ.26 રહે.દેવવ્રત એપાર્ટમેન્ટ, રવાપર રેસિડેન્સી, રવાપર – ઘુનડા રોડ વાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન દ્રારા પાસાની પ્રપોઝલ કરવામા આવેલ જે અન્વયે ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટ અને કલેક્ટર મોરબીનાઓએ પાસા પ્રપોઝલ કરી પાસા વોરંટ ઇસ્યુ કરેલ હોય જેથી ઇસમને સુરત લાજપોર જેલ ખાતે પાસા વોરંટની બજવણી કરી મોકલવામા આવેલ છે.

