HomeGujaratગુજરાત રાજ્ય ખેડૂતો માટે જૂની કિશાન ફસલ વીમા યોજના ચાલુ કરવા માંગ

ગુજરાત રાજ્ય ખેડૂતો માટે જૂની કિશાન ફસલ વીમા યોજના ચાલુ કરવા માંગ

ગુજરાતના ખેડૂતો અવારનવાર, અતીવૃષ્ટિ તેમજ અનાવૃષ્ટિ થી પરેશાન થાય છે અને તેઓ દ્વારા વાવેલા પાકો નિષ્ફળ જાય છે. જેનાથી કિશાનો પરેશાન છે. કિશાન દેવામાં ડૂબતો જાય છે અને ખેડૂતો દ્વારા આથિક તંગીના કારણે અવારનવાર આત્મ હત્યાના બનાવો બને છે. તાજેતરમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં બે બનાવો બનેલ છે.

સરકાર દ્વારા S.D.R.F. મુજબ જે સહાય ચૂકવામાં આવે છે, તો ખેડૂતોની મશ્કરી સમાન છે. જે ખેડૂતોએ લાખનું કરજ લઈને પોતાના પાકો વાવેલ હોય તેને વધારેમાં વધારે ફક્ત 23 હાજર રૂપિયા જ મળે તો આનાથી થી શું? થાય તો આ યોજના દ્વારા ખેડૂતોને દાઝ્યા પર ડામ આપવા સમાન હોય તેવું ખેડૂતો તો કહી રહ્યા છે. પરંતુ જો આપની સરકાર ખરેખર ખેડૂતો ની હિતેષી સરકાર હોય તો, આપ જે 2014 પહેલા જે સરકારી વીમા કંપની ઓ દ્વારા વીમાનું પ્રીમીયમ લઇને વીમો આપવામાં આવતો હતો અને તે કંપની દ્વારા જે વીમો ચુકવવા ની પધ્ધતિ હતી. તે જૂની પધ્ધતિ ફરી થી લાગુ કરવા અમારી લાગણી અને માંગણી છે.

જો આ યોજનામાં પ્રાઇવેટ વીમા કંપનીને આપવામાં આવે તો ખેડૂતોને કેવો અન્યાય કરવામાં આવે છે, તો ઉપર મુજબ ખેડૂતો ના હિત માં ફરીથી કિશાન ફસલ વીમા યોજના સરકારી વીમા કંપની દ્વારા ચાલુ કરવા RGPRSએ માંગ કરી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW