હળવદમાં ભૂંડ પકડવા બાબતે થયેલી માથાકૂટમાં પોલીસે જપ્ત કરેલી બોલેરો પીકઅપ ગાડીમાં નંબર પ્લેટ સાથે છેડછાડ તેમજ એક જ બોલેરોમાં બે અલગ અલગ નંબર જોવા મળ્યા છે ત્યારે આ ગાડીમાં બે નંબર કેમ હશે ? તેને લઈ હાલમાં સવાલ ઉઠ્યા છે.
મળતી માહિતી મુજબ હળવદ શહેરના ભવાનીનગર વિસ્તારમાં ગત કાલે હળવદના તેમજ વાંકાનેરની ટોળકી વચ્ચે ભૂંડ પકડવા બાબતે ધીંગાણું થયું હતું જેમાં ત્રણ ઇજાગ્રસ્તો થયા હતા જેમાં બીજા ઈજાગ્રસ્તોને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.વધુમાં બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ઘટના સ્થળેથી બન્ને બોલેરો ગાડીઓ પોલીસ મથક લાવવામાં આવી હતી સાથે જ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જ્યારે પોલીસે મથકે લાવેલી બન્ને બોલેરો કારમાં નંબર સાથે છેડછાડ તેમજ એક જ ગાડીમાં બે નંબર જોવા મળ્યા હતા જેમાં જીજે 13 એટી 9657 અને જીજે ડબલ્યુ 01 એક્સ ટી 3251 એક ગાડીમાં અને અન્ય એકમા જીજે 07 યુયુ 9214 ત્યારે આ ગાડી ચોરીની છે કે કેમ ? શા માટે બે નંબર લખવામાં આવ્યા છે ? આ બાબતે પણ હાલમાં અને સવાલો ઉઠી રહ્યા છે.હાલતો પોલીસ દ્વારા બન્ને બોલેરો ગાડી પોલીસ મથકે લાવવામાં આવી છે.

