HomeGujaratમોરબીમાં ૫૭૦૦ દિવ્યાંગોએ એસટીની ફ્રી મુસાફરી પાસનો મેળવ્યો લાભ

મોરબીમાં ૫૭૦૦ દિવ્યાંગોએ એસટીની ફ્રી મુસાફરી પાસનો મેળવ્યો લાભ

રાજ્ય સરકારના માર્ગદર્શન તળે સંચાલિત સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ, ગાંધીનગર દ્વારા દિવ્યાંગ નાગરિકો માટે વિવિધ પ્રકારની સહાયલક્ષી યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. તેમાં પણ દિવ્યાંગ નાગરિકોને મુસાફરી માં અગવડતા ન પડે તેમજ આર્થિક બોજો ન પડે તે માટે નિશુલ્ક બસમાં મુસાફરીની સુવિધા આપવમાં આવે છે  રાજ્ય સરકારના સંકલિત સામાજિક ન્યાય અને અધિકારી વિભાગ દ્વારા આ સુવિધાનો લાભ દિવ્યાંગ વ્યકિત કે જેઓ ૪૦ % કે તેથી વધુ વિકલાંગતા ધરાવતા હોય.,૮૦ % થી વધુ મુકબધિરપણું ધરાવતી વ્યક્તિ, ૮૦ % થી વધુ દ્રષ્ટિવિષયક વિકલાંગતા ધરાવતી વ્યકિત, ૭૦ % કે તેથી ઓછો બુદ્ધિઆંક ધરાવતી મંદબુધ્ધિવાળી વ્યક્તિ) એવા દિવ્યાંગ નાગરિકો કે જેઓ ગુજરાત રાજયમાં કાયમી વસવાટ કરતા હોય, માત્ર મોરબી જિલ્લાની વાત કરીએ તો જીલ્લામાં અત્યાર સુધીમાં મોરબી જિલ્લામાં ૫૭૦૦ થી વધુ લાભાર્થીઓને ઉક્ત સહાયનો લાભ મેળવી રહ્યા છે

આ સહાયનો લાભ લેવા માંગતા દિવ્યાંગને નીચે મુજબ દસ્તાવેજ રજુ કરવા પડશે

(૧) જે- તે વિભાગના નિષ્ણાંત તબીબ કે સિવિલ સર્જનનું વિકલાંગતાની ટકાવારી અને આઈ.કયુ. દર્શાવતા તબીબી પ્રમાણપત્રની પ્રમાણિત નકલ.(૨) ૨ નંગ પોસ્ટકાર્ડ સાઈઝના ફોટોઝ.(3) આધારકાર્ડ, ચુંટણીકાર્ડ અને રેશનકાર્ડની પ્રમાણિત નકલ.(૪) ઉંમરનો આધાર કે જન્મ તારીખનો દાખલો કે શાળા છોડયાનું પ્રમાણપત્ર.(૫) બ્લડ ગ્રુપનો દાખલો સામેલ રાખવો.

આ યોજના અંગે વધુ માહિતી મેળવવા માટે તમારી નજીકના જનસેવા કેન્દ્ર, ગ્રામ પંચાયતનો સંપર્ક સાધી શકાશે. તેમજ બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, જિલ્લા સેવા સદન, ભોંયતળિયે, રૂમ નંબર ૫ થી ૯, સો- ઓરડી વિસ્તાર, શોભેશ્વર રોડ- મોરબી ખાતે રૂબરૂ સંપર્ક સાધી શકાય છે. તેમજ અત્રેની કચેરીના ફોન નંબર ૦૨૮૨૨- ૨૪૨૫૩૩ પરથી માહિતી મેળવી શકાય છે. ઉલ્લેખનીય છે કે દિવ્યાંગ પાસ જનરેટ થઈ ગયા બાદ લાભાર્થીને અત્રેની કચેરી દ્વારા સામેથી જાણ કરવામાં આવે છે. હાલમાં esamajkalyan.gujarat.gov.in આ વેબસાઈટ પર જઈને ઓનલાઈન અરજી કરી શકાય છે. ઓનલાઈન અરજી કર્યા બાદ તેની પ્રિન્ટ નકલ સાચવી રાખવી જોઈએ.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW