મોરબી જિલ્લાના વાંકાનેરમાં રહેતા ગૌતમભાઈ ઉ.વ- 20 વાળોએ ગત તા. 02/11/2024ના રોજ ગાત્રાળ નગર તરફ તેનું GJ-36-AK-0978 નંબરનું બાઈક લઇ જતો હોય તે દરમિયાન કોઈ અજાણ્યો શખ્સ તેની GJ-36-W-1494 નંબરની રિક્ષા પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી તે બાઈકને સામેથી હડફેટે લઇ અકસ્માત સર્જ્યો હતો. ગૌતમભાઈને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના ભાઈએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં તે રિક્ષા ચાલક વિરુદ્ધ ફરિયાદ નોધાવી છે.

