મોરબીના જેતપર પીપળી રોડ પર બેલા ગામની સીમમાં આવેલા મુરાનો સિરામીક ફેકટરીમાં ગઈ કાલે બપોરનાં સમયે કનૈયાલાલ ઉર્ફે ક્રિષ્ના ગોકુલ પ્રસાદ માલવિય નામના શખ્સની પત્ની ધાપું બેન છેલ્લા ૬ મહિનાથી તેના વતનમાં રહેતી હતી અને તેનો ફોન કનૈયાલા લા પાસે હતો આં દરમિયાન તેના ફોન પર અવાર નવાર એક યુવકનો ફોન આવતો હતો જેથી કનૈયાલાલ ને તેની પત્નીના આં યુવક સાથે આડા સંબંધ હોવાની આશંકા ગઈ હતી દરમીયાન ગઈકાલે પત્ની ધાપુબેન પરત ફરતા બન્ને વચ્ચે આં બાબતે ઝઘડો થતાં કનૈયાલાલે પત્નીને છરીના આડેધડ ઘા ઝીંકી ફરાર થઈ ગયો હતો.ગંભીર ઈજાને કારણે મહિલાનું મોત થતાં બનાવ હત્યામાં પલટાયો હતો.બનાવ અંગે તાલુકા પોલીસે આરોપી પતિ વિરૂદ્ધ હત્યાની કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાયૅવાહી હાથ ધરી હતી.

