HomeGujaratવાંકાનેરના કોઠારિયા નજીક ખેતરમાંથી અજાણી યુવતીની કોથળામાં બાંધેલી હાલતમાં લાશ મળી,હત્યા...

વાંકાનેરના કોઠારિયા નજીક ખેતરમાંથી અજાણી યુવતીની કોથળામાં બાંધેલી હાલતમાં લાશ મળી,હત્યા થયાની આશંકા

 વાંકાનેર તાલુકાના કોઠારીયા થી હડમતિયા રોડ પર દલસુખભાઈ વાલજીભાઈ બોડાની વાડી નજીક વોકળાના કાંઠેથી એક અજાણી યુવતીની કોથળામાં પેક કરેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી ઘટના અંગે વાંકાનેર તાલુકા પોલીસને જાણ થતા તેઓ ઘટના સ્થળે પહોચ્યા હતા અન મૃતદેહનો કબજો મેળવી યુવતીના મોતનું કારણ જાણવા રાજકોટ ફોરેન્સિક લેબોરેટરીમાં પોસ્ટ મોર્ટમ માટે ખસેડી હતી. જો કે, ફોરેન્સિક પીએમમાં પણ મૃત્યુનું કારણ સ્પષ્ટ ન બનતા હવે વિશેરાના રિપોર્ટ બાદ સાચું કારણ બહાર આવશે. હાલ અંગે વાંકાનેર તાલુકા પોલીસે એડી નોધ કરી યુવતીની ઓળખ મેળવવા તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં યુવતીની ઉમર અંદાજે 25થી 30 વર્ષ વચ્ચે હોવાનું અનુમાન છે આ ઉપરાંત જે હાલતા લાશ મળી છે તે જોતા તેની સાથે કોઈ દુર્ઘટના ઘટી હોવાની પણ આશંકા સેવાઈ રહી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW