(1) મોરબીના શક્ત શનાળા નજીક નવી બની રહેલી મેડિકલ કોલેજ સામે ગત તા.8 ઓક્ટોબરના રોજ રાત્રીના સમયે GJ-36-AC-1819નંબરની હ્યુન્ડાઇ કંપનીની ક્રેટા કાર પલ્ટી મારી જતા કાર ચાલક સાવન સુરેશભાઈ સવસાણી રહે. કલ્યાણપર, તા.ટંકારા વાળાને ઇજાઓ પહોંચતા તેને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડી ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવ મામલે મોરબી સીટી એ-ડિવિઝન પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.
(2) મોરબીના રવાપર રોડ પાસે આવેલ ક્રિષ્ના સ્કૂલવાળી શેરીમાં તુલસીપત્ર-એ એપાર્ટમેન્ટમાં રહેતા પ્રાણજીવનભાઈ લાલજીભાઈ સરડવા નામના વૃદ્ધ ગઈકાલે પોતાના ઘેર હોય ત્યારે માથામાં દુખાવો તથા ઊલટીઓ થતા તેને ખાનગી હોસ્પિટલમાં સારવારમાં અર્થે ખસેડવામાં આવ્યા હતા, જે બાદ વધુ સારવારમાં મોરબી સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મોરબી સીટી એ-ડિવિઝન પોલીસને જાણ થતા પોલીસે તેના મૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

