મોરબીના પીપળીયા ગામના રેલવે સ્ટેશન સામેથી MP-11-BC-3491 નંબરનું બાઈક લઇ પસાર થઇ રહેલ મૂળ મધ્યપ્રદેશના અને હાલમાં મોડપર ગામે ખેતમજૂરી કરતા સમરીયાભાઈ નથુભાઈ ડામોરને કોઈ અજાણ્યા GJ-03-BZ-8254 નંબરના ટ્રક ચાલકે બાઈકને હડફેટે લેતા બાઈક ચાલક સમરીયાભાઈ નથુભાઈ ડામોરને ગંભીર ઇજાઓ પહોંચાડતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના ભાઈ દિલીપભાઈ નથુભાઈ ડામોરે મોરબી તાલુકા પોલીસ મથકમાં તે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોધાવી છે.

