મોરબીના સો ઓરડી વિસ્તારમાં આવેલ ભુવનેશ્વરી પાર્કમાં રહેતા અને મૂળ સુરેન્દ્રનગરના વતની ફિરોજભાઈ ઈસાભાઈ બાબરીયા ઉ.34 નામના યુવાનને તેમના પત્ની સાથે બોલાચાલી થયા બાદ મનોમન લાગી આવતા પોતાના ઘેર પંખામાં ચૂંદડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મરણ જાહેર કર્યો હતો. આ ઘટના અંગે સીટી બી ડિવિઝન પોલીસે તેના મૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

