HomeGujaratમોરબી જિલ્લામાં શિક્ષણથી વંચિત શાળા બહારના 6 થી 19 વર્ષના બાળકોનો સર્વે...

મોરબી જિલ્લામાં શિક્ષણથી વંચિત શાળા બહારના 6 થી 19 વર્ષના બાળકોનો સર્વે હાથ ધરાશે

સમગ્ર શિક્ષા અંતર્ગત દર વર્ષે જુદા જુદા કારણોથી શાળા બહાર રહેલા 6 થી 19 વર્ષની વય જૂથના બાળકો અને જેઓ પોતાનું ધોરણ 1 થી 12નું શિક્ષણ પૂર્ણ કરી શક્યા નથી તેવા શાળા બહારના બાળકો (Out of School children) અને વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા (Children with Special Need) બાળકો સહિતના તમામ બાળકોનો સર્વે કરી તેમની ઓળખ, નામાંકન, મુખ્ય ધારામાં જોડાણ અને શૈક્ષણિક પુનર્વસન માટેની કામગીરી કરવામાં આવે છે. આ માટે મોરબી જિલ્લામાં શાળા કક્ષાએ તા. 07/11/2024 થી 16/11/2024 સુધી સર્વે હાથ ધરવામાં આવનાર છે.

આ સર્વેમાં સરકારના તમામ વિભાગો, એનજીઓ, જાહેર જનતા તેમજ સામાજિક સંસ્થાઓને પણ સહભાગી થવા માટે સમગ્ર શિક્ષા દ્વારા અપીલ કરવામાં આવી છે. આવા કોઈ શાળા બહારના બાળકો મળી આવે તો નજીકની સરકારી શાળામાં, કલસ્ટરમાં અને તાલુકા કક્ષાએ બીઆરસી ભવન પર જાણ કરવા અનુરોધ કરવામાં આવે છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW