HomeGujaratમોરબીમાં ગઈકાલે બનેલ 2 અપમુત્યુના બનાવમાં બેના મોત

મોરબીમાં ગઈકાલે બનેલ 2 અપમુત્યુના બનાવમાં બેના મોત

મોરબીના વિસીપરા નજીક રહેતા શબ્બીરભાઇ હુસેનભાઇ જેડા નામના યુવાન ગઈકાલે પોતાના ઘરે હતો. ત્યારે કોઇ કારણોસર બેભાન થઈ જતા પ્રથમ સારવાર મોરબી સરકારી હોસ્પીટલમાં અને વધુ સારવાર અર્થે રાજકોટ સરકારી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જે મામલે મોરબી પોલીસને જાણ થતા તેના મુત્યુ અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે.

મોરબીના કન્યા છાત્રાલય રોડ પાસે આવેલ ઘર્મવિજય રેસીડેન્શીમાં રહેતા સોનલબેન કિશનભાઇ કવાડીયા નામના મહિલા તા.21/10/2024 ના રોજ જનની હોસ્પીટલમા ડિલવરી સબબ દાખલ હોય તે દરમિયાન ડીલવરી વખતે કોઇ કારણોસર મોત નીપજ્યું હતું. તેમજ આ મહિલાનો લગ્ન ગાળો 4 વર્ષનો હોવાનું સામે આવ્યું છે. આ બનાવ અંગે મહિલાના પતિએ સીટી એ-ડીવીઝનને જાણ કરતા પોલીસે તેના મુત્યુ અંગે નોધણી કરી વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW