HomeGujaratમોરબીના મહેન્દ્રનગરમાં આડેધડ થતા બાંધકામ પર કોના આશીર્વાદ ? તંત્ર કેમ કોઈ...

મોરબીના મહેન્દ્રનગરમાં આડેધડ થતા બાંધકામ પર કોના આશીર્વાદ ? તંત્ર કેમ કોઈ કાર્યવાહી નથી કરતું

મોરબી શહેરની ભાગોળે આવેલા મહેન્દ્રનગર ગ્રામ પંચાયતમાં વહીવટ દાર શાસન આવ્યા બાદ ધણી ધોરીયાળી વિનાનું હોય તેમ લાગી રહ્યું છે કારણ કે મોરબી મહા નગર પાલિકા જાહેર થઇ જતા આગામી સમયમાં આ ગામમાં પણ મહા પાલિકામાં ભળી જાય તેવી પૂરે પૂરી શક્યતા છે જેથી તકનો લાભ લઇ કેટલાક અધિકારી અને બિલ્ડરો મેળ પીપણું કરી આડેધડ બહુમાળી ઈમારતો ખડકાઈ રહી છે વહીવટદાર અને તલાટી મંત્રી આડેધડ બાંધકામ મંજુરી આપતા બિલ્ડરોને જાણે મોકળું મેદાન મળી ગયું હોયતેવીસ સ્થિતિ બની ગઈ છે જોકે આ બાંધકામ કરનાર તત્વોને મોટા માથાના આશીર્વાદ પણ હોય તેવી ચર્ચા જાગી છે કારણ કે સામાન્ય માણસ પોતાના ઘર બહાર ઓટલા બનાવે તો પણ તોડવા પહોચી જતા તંત્રને આટલી મોટી ગેર કાયદે ઈમારતો દેખાતી ન હોય તે વાત માની શકાય નહી પણ મોટા માથાના આશીર્વાદથી મહેન્દ્રનગરમાં આડેધડ બાંધકામનો ધંધો ફૂલ્યો ફાલ્યો છે
જાગૃત નાગિરકો ગ્રામ પંચાયત તાલુકા પંચાયતમાં લેખિત અરજી કરી બાંધકામ બાબતે તંત્રનું ધ્યાન દોરે તેમ છતાં આવું બાંધકામ અટકાવવું તો દુર નિયમ મુજ્બ કરેલી માગેલી વિગત ની માહિતી પણ આપતા નથીં અને અધિકરીઓ એક બીજા પર ખો દેવાનું કામ કરી રહ્યા છે
મોરબીના રવાપર વજેપર સહિતના આસપાસના ગામમાં ભૂતકાળમાં આવી જ rte આડેધડ બાંધકામ ખડકી દેવાયા હતા જોકે તંત્ર ત્યારે પણ આંખ આડા કાન કરી દીધા હતા જેના કારણે આજે રવાપર અને વજેપર સહિતના ગામની હાલત ચોમાસામા દયનીય બની જાય છે વરસાદી અને ગટરના પાણી નિકાલ તેમજ પીવાના પાણી મુદે મહિલાઓ અવાર નવાર ગ્રામ પંચાયતોનો ઘેરાવ કરવા મજબુર બને છે ત્યારે ભવિષ્યમાં મહેન્દ્રનગરમાં આવી સ્થિતિ ચાલુ રહી તો ત્યાં પણ આવી પરિસ્થીતિનો ભોગ સ્થાનિકોએ બનવું પડશે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW