HomeGujaratમોરબીમાં સોની વેપારીને રીક્ષામાં બેસાડી નજર ચૂકવી 93 હજારના દાગીનાની ચોરી કરનાર...

મોરબીમાં સોની વેપારીને રીક્ષામાં બેસાડી નજર ચૂકવી 93 હજારના દાગીનાની ચોરી કરનાર ત્રિપુટી ઝડપાઈ


રાજકોટના ગુંદાવાડી વિસ્તારમાં રહેતા અને સોની કામ કરતા જયસુખભાઇ બચુભાઇ લખતરીયા નામના સોની વેપારી મોરબી ગત તા 21 સપ્ટેમ્બરના રોજ મોરબીના જુના બસ સ્ટેશને તેઓ બસ માંથી નીચે ઉતરી એક સીએનજી રીક્ષામાં બેઠા હોય તે દરમિયાન જયસુખભાઈના થેલાની અંદર રાખેલા 500 ગ્રામ ચાંદીની વીટી, પગની વીટી માછલી, સોનાની કાપ સહિતના રૂ 93 હજારની કિમતના દાગીના જયસુખભાઈ ની નજર ચૂકવી ચોરી ગયા હતા. આ ચોરી અંગે મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. જે બાદ પોલીસે બાતમીના આધારે આ ચોરીને અંજામ આપનાર અજયભાઇ ઉર્ફે અરજણ ઉર્ફે અજો ઉર્ફે બેરો ભીમાભાઇ સોલંકી, જોરૂભાઈ ઉર્ફે જોકર જશુભાઈ બારીયા અને રાકેશભાઈ ઉર્ફે રાવડી રમેશભાઈ સોરઠીયા આ ત્રણ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. જયારે આ ઘટનામાં આકાશ જયંતીભાઈ સોરઠીયાનું નામ પણ ખુલ્યું હતું, તેમજ આ આરોપીઓ તેની ઓટો રિક્ષાના નંબર ન દેખાય તે માટે નંબર પ્લેટ ઉપર ફૂલનો હાર અને લાઈટ ફીટ કરી અને કપડું બાંધી શહેરી વિસ્તારમાં નીકળી એકલ પુરુષોને રિક્ષામાં પાછળની શીટમાં પેસેન્જર તરીકે બેસાડી નજર ચૂકવી રોકડ રકમ/ દાગીના સેરવી ગુનાને અંજામ આપતા હતા. પોલીસે તે ત્રણ શખ્સોને પકડી તેના વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW