મોરબીના જીવાપર ગામે રહેતા શૈલેષભાઇ ઉર્ફે સંજો જયંતિલાલભાઇ હમીરપરાએ તેના જ કૌટુંબિક સભ્યો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવતા જાહેર કર્યું હતું કે, ગઈકાલે તેઓ બપોરના સમયે શૈલેષભાઇ ઉર્ફે સંજો તેના વાડામા સાફ સફાઇ કરતા હોય તે દરમિયાન તેના ફૂવા દેવજીભાઇ મનજીભાઇ સનુરા આવી આ વાડો અમારો છે તુ કેમ સાફ કરેશ? તેમ કહી ફરીયાદીને ગાળો આપી બોલાચાલી કરી હતી. જે બાદ પ્રવિણભાઇ દેવજીભાઇ સનુરા અને પુનિતભાઇ દેવજીભાઇ સનુરા નામના આરોપીએ શૈલેષભાઇ ઉર્ફે સંજોને માથામા કુહાડી મારી ગંભીર ઈજા પહોચાડી હતી.

