HomeGujaratડેમુ ટ્રેનનું એન્જીન ફરી એકવાર થયું ફેલ,વાંકાનેરથી નીકળેલી ટ્રેન દોઢ કલાક મોડી...

ડેમુ ટ્રેનનું એન્જીન ફરી એકવાર થયું ફેલ,વાંકાનેરથી નીકળેલી ટ્રેન દોઢ કલાક મોડી મોરબી પહોચી 

મોરબીની નમાલી નેતાગીરી અવાર નવાર એન્જીન ફેલ થવા છતાં એક નવી મેમો ટ્રેન પણ નથી લાવી શકતા,  

મોરબીવાસીઓને ટ્રેનની મુસાફરી સમયસર અને આરામ દાયક મળે તેવું જાણે રેલ્વે તંત્ર જ ઇચ્છતું ન હોય તેવી સ્થિતિ બની ગઈ છે. એક તો રેલ્વે વિભાગ વર્ષોથી લાંબા અંતરની ટ્રેન ફાળવતું નથી માત્ર આવવા જવા માટે આપેલી ડેમુ ટ્રેનની હાલત પણ દયનીય છે. આ ડેમુ ટ્રેનનું એન્જીન વારંવાર ફેલ થઇ જતું હોવાથી ટ્રેન રસ્તા પર ઉભી રહી જાય છે. જેના કારણે મુસાફરો વાંકાનેરથી લાંબા અંતરની ટ્રેન ચુકી જાય છે તગયા મહિનામાં બે થી ત્રણ વખત એન્જીન ફેલ થતા અટકી પડેલી ડેમુનું  સોમવારે ફરી એકવાર એન્જીન ફેલ થઇ જતા સવા સાત વાગ્યે વાંકાનેર રેલ્વે સ્ટેશનથી નીકળેલી ટ્રેન અદ્ધ વચ્ચે અટકી પડી હતી જેના કારણે મુસાફરો રઝળી પડ્યા હતા. જે બાદ મોરબીથી ઇલેક્ટ્રિક એન્જીન મોકલવાની ફરજ પડી હતી જે ડેમુને રાત્ર સવા નવ વાગ્યે લઈને પરત ફર્યું હતું.
 
મોરબી વાંકાનેર વચ્ચે દ્દોડતી આ ડેમુ ટ્રેનનું એન્જીન અવારનવાર ફેલ થતા મુસાફરો છેલ્લી ઘડી એ ટ્રેન ચુકી જતા હોવા છતાં રાજકોટ રેલ્વે ડીવીઝન મોરબીથી વાંકાનેરને નવી મેમો ટ્રેન કે અન્ય ટ્રેન કેમ ફાળવતું નથી તે એક સવાલ છે. લાંબા અંતરની ટ્રેન લાવવામાં નિષ્ફળ રહેલા મોરબીના નમાલા નેતાઓ એક માત્ર ડેમુ ટ્રેન પણ સમય સર ચાલે અને મુસાફરો રઝળે નહી તે માટે અન્ય મેમો ટ્રેન મળે તેવી વ્ય્વસસ્થા કરવામાં પણ કરી શકતા નથી. 

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW