HomeGujaratમોરબીમા મરઘી લેવા કેમ ન આવ્યો કહી યુવકને બે શખ્સ છરી ઝીંકી...

મોરબીમા મરઘી લેવા કેમ ન આવ્યો કહી યુવકને બે શખ્સ છરી ઝીંકી દેતા યુવક ઇજાગ્રસ્ત

મોરબી શહેરના વજેપર મા ભાડાના મકાનમાં રહેતા યુવક પર બે શખ્સ દ્વારા આજે મરઘી લેવા કેમ ન આવ્યો કહી ગાળો આપી માર મારી છરી ઝીંકી દેતા ગંભીરના ભોગ ઈજા પહોંચી હતી. બનાવ અંગે ઈજાગ્રસ્ત યુવકની પત્નીએ બન્ને આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.બનાવની મળતી માહિતી મુજબ મોરબીના વજેપર વિસ્તારમાં રહેતા મૂળ એમપી ના ધાર જિલ્લા ના વતની સંજયભાઈ ચૌહાણ નામનો યુવાનને જીગલો ઉર્ફે રાજ ઉર્ફે ઘૂંઘરૂં ભીમજીભાઈ કોળી અને આરોપી હાર્દિક ઉર્ફે પેમલો દીપકભાઈ ઓડ નામના શખ્સોએ તું કેમ ગઈકાલે મુરઘી લેવા ન આવ્યો કહી ગાળો આપી પેટમાં ઝઘડો કર્યો હતો તેમજ એક શખ્સે સંજય ને પાછળ થી પકડી રાખી છરી ઝીકી દેતા ઇજાગ્રસ્ત બનેલા સંજયભાઈના પત્ની સંતોષબેને બન્ને આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,690SubscribersSubscribe

TRENDING NOW