માળીયા-કચ્છ હાઇવે ઉપર ફરિયાદી વિક્રમભાઈ પોપટભાઈ લુહારિયાએ તેમના કૌટુંબિક ભાઈ બાબુભાઇ લુહારિયા અને મિત્ર રામભાઈ સાથે GJ-36-AH-5078 નંબરના બાઈકમાં ત્રણ સવારીએ જતા હતા. ત્યારે બાબુભાઇ બાઈક ચલાવતા હતા અને આગળ જતાં ટ્રકથી બચવા તેઓએ બ્રેક મારતા બાઈક સ્લીપ થઈ જતા પાછળ પુરઝડપે આવતા ટ્રક ચાલકે બાબુબાઈને હડફેટે લઈ ટ્રકના ટાયર નીચે કચડી નાખતા બાબુભાઈનું ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે ફરિયાદી વિક્રમભાઈ લુહારિયાને ઇજાઓ પહોચાડી હતી. આ બનાવ અંગે માળીયા પોલીસ મથકમાં વિક્રમભાઈએ તે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

