HomeGujaratમોરબીમાં પ્રથમ નોરતાએ બાળકોમાં સ્નાયુ અને હાડકાને લગતી બીમારી માટે નિદાન કેમ્પનું...

મોરબીમાં પ્રથમ નોરતાએ બાળકોમાં સ્નાયુ અને હાડકાને લગતી બીમારી માટે નિદાન કેમ્પનું આયોજન

નવરાત્રીના પહેલા નોરતા તા. 3-10-2024, ગુરૂવારના રોજ સવારે 9 થી 12 દરમિયાન મોરબીના મહેન્દ્રનગર ગામમાં આવેલા રામધન આશ્રમ ખાતે કેશર ફીઝીયોથેરાપી કલીનીક દ્વારા ફ્રિ નિદાન કેમ્પનું આયોજન થશે. જેમાં બાળકો માટેની ઉપલબ્ધ સારવાર, મનોવિકલાંગ બાળકો, બોલવામાં તકલીફ થવી, જન્મથી ડોક ત્રાસી રાખવી, મોંનો લકવો, આંખ ત્રાસી રહેવી, ધીમો વિકાસ થવો, ચાલવામાં તકલીફ થવી, પગનો પંજો ત્રાસો રાખવો વગેરેનું ચેકઅપ અને પ્રાથમિક સારવાર કરવામાં આવશે.

તેમજ ઉપલબ્ધ સારવાર કમરની ગાદી ખસી જવી, ફાટી જવી, નસ દબાવી, કમરનો દુઃખાવો, મણકાનો/ગાદીનો ઘસારો, મણકા વચ્ચે નસ દબાવી, સ્પોન્ડીલાઇટીસ ગોઠણની ગાદીનો ઘસારો, ગાદી ફાટી જવી, લીગામેન્ટ ઇન્જરી, સ્પોર્ટસ ઇન્જરી, સાઇટીકા (રાંઝણ) વા, ફરતો વા, સંધિવા, સાંધાનો દુઃખાવો, પેરાલીસીસ, પક્ષઘાત, મોઢાનો લકવો, ફ્રોઝન શોલ્ડર, કોણીનો દુઃખાવો (ટેનીસ એલ્બો, ગોલ્ફર્સ એલ્બો), પગની પેનીનો દુઃખાવો, કાંડાનો દુઃખાવો, પાર્કીન્સન ડીસીઝ, ઓપરેશન પછીની ફિઝીયોથેરાપીની સારવાર, સાંધા બદલાવ્યા પહેલા અને પછીની સારવાર, જન્મજાત ખોડખાપણ તથા બાળકોના રૂંધાઇ ગયેલા વિકાસ માટે, દાઝેલા અને પ્લાસ્ટીક સર્જરી કરાવ્યા પછીની સારવાર, ડિલીવરી પહેલા અને પછીની સારવાર, ફેફસા તથા હૃદયના દર્દીઓ માટેની સારવાર, તમાકુ અને કેન્સરના ઓપરેશન પછી મોંઢુ ખોલવા માટેની કસરત, વજન ઉતારવા અને વધારવા માટે માર્ગદર્શન અને ટે્રઇનીંગ, મગજ અને કરોડરજજુની ઇજામાં સારવાર, કોરોના બાદમાં ફેફસા તથા શરીરની ફિટનેસ માટે સારવાર, હાથ અને પગના સોજા ઉતારવાની અદ્યતન મશીનથી સારવાર, સ્પીચ થેરાપી, જમવા તથા ગળવામાં તકલીફ માટે કસરતથી સારવાર, પેલ્વીર ફલોરના સ્નાયુને મજબુત તથા Relax કરવાની સારવાર, વેરીકોઝ વેઇન, પગની નસો અને સ્નાયુની ગાંઠોની પ્રાથમિક સારવાર કરવામાં આવશે.

ખાસ નોંધ – આપના જુના ફાઇલ અને રીપોર્ટ સાથે લાવવા જાણવામાં આવ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW