મોરબી વાસીઓને તેનો વેરો સમયસર વેરો ભરવાની અપીલ કરતી પાલિકાની ઇન્ટરનેટ કનેક્ટિવિટી ન મળવાની અને તેના કારણે વેરો ભરવા આવતા આસામીઓને ધક્કા થવાની અનેક વખત ઘટના બનતી હોય છે ત્યારે આજે ફરી એકવાર કનેક્ટિવિટી અભાવે વેરો ભરવા આવેલા લોકોને ધક્કા થયા હતા
મોરબી પાલિકા દ્વારા આસામીઓને વેરો ભરવા અપીલ કરતી હોય છે તો સમય મર્યાદામાં વેરો ન ભરનાર અસામીઓને ધડાધડ નોટીસ પણ ફટકારવામાં આવે છે જોકે મોરબી પાલિકામાં અવાર નવાર નેટ કનેક્ટિવિટીના કારણે ક્યારે જન્મ મરણ સોફ્ટવેર બંધ રહે છે તો ક્યારેક વેરા ઉઘરાણીની કામગીરી અટકી પડવાની વાત સામાન્ય બની ગઈ હોય તેમ આજે ફરી એકવાર હાઉસ ટેક્સ વિભાગમાં વેરો ભરવા માટેનો સોફ્ટવેર એર કનેક્ટિવિટીના કારણે બંધ થઇ ગયો હતો જેન કારણે સવારથી વેરો ઉઘરાવવા પહોચેલા આસામીઓ ધક્કે ચડ્યા હતા કલાકો સુધી રાહ જોવા છતાં નેટ કનેક્ટિવિટી ન મળતા અંતે તેઓ ચીફ ઓફીસરને રજૂઆત કરવા પણ પહોચ્યા જોકે ચીફ ઓફિસર મીટીંગ બહાર હોવાથી તેમને મળી શક્યા ન હતા. નેટ કનેક્ટિવિટી અભાવે આસામીઓ સપ્તાહના પ્રથમ દિવસે જ ધક્કે ચડ્યા હતા

