ઔદ્યોગિક નગરી મોરબીમાંથી મીઠા અને કોલસા અને અન્ય ટ્રેનથી પણ મસમોટી આવક થતી હોવા છતાં અન્ય રાજ્યમાંથી મુસાફરી કરે છે આ ઉપરાંત રાજકોટ રેલ્વે ડીવીઝન ઉદ્યોગોના કારણે અન્ય રાજ્ય માંથી પણ શ્રમિક મોરબી કામ ધંધા અર્થે આવન જાવન કરતા હોવાથી પેસેન્જરભાડા માં પણ લાખોની આવક કરાવે છેં તેમ છતાં રાજકોટ રેલ્વે ડીવીઝન દ્વારા છેલ્લા 25 વર્ષ જેટલો સમયથી લાંબા અંતરની ટ્રેન આપવામાં હંમેશા અન્યાય કરે છે રાજકોટથી મોરબી અને મોરબીથી કચ્છ સુધીની રેલ્વે નેટવર્ક હોવા છત આજદિન સુધી રાજકોટ રેલ્વે ડીવીઝન દ્વારા એક પણ ટ્રેન શરુ કરવામાં આવી નથી બે દાયકા થી રાજકોટ ડિવિઝને માત્ર વાંકાનેર મોરબી વચ્ચે ડેમુ ટ્રેન ફાળવી છે સૌરાષ્ટ્ર કચ્છમાંથી દીવસે હજારો લોકો આવન જાવન કરે છે ટ્રેન અભાવે તેઓ ખાનગી વાહનમાં ઘેટા બકરાની જેમ આવવા મજબુર બનતા હોય છે તેમ છતાં રાજકોટ ડિવિઝન સતત અન્યાય કરી રહ્યું છે
રાજકોટ ડીવીઝનના મોરબીપ્રત્યેના ઓરામાયા વર્તનનો વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે જેમાં આગામી 4 ઓક્ટોબરથી સપ્તાહમાં બે વાર રાજકોટ બાડમેર ટ્રેન સેવા શરુ કરી રહ્યું છે આ ટ્રેન રાજકોટ વાંકાનેર સુરેન્દ્ર નગર વિરમગામ મહેસાણા થઈ રાજસ્થાન તરફનો રૂટ અપાયો છે આ રૂટ પર અગાઉથી પોરબંદર થી અને એક ઓખાથી એક ટ્રેન રાજસ્થાન તરફ જતી હોવા છતાં આ ટ્રેન વાંકાનેર મોરબી સામખિયાળી રૂટ પર ચલાવવા માં ન આવતા ફરી એકવાર મોરબી લાંબા અંતરની ટ્રેન ની સુવિધાથી વંચિત રહ્યું છે ફરી એકવાર ,મોરબી વાસીઓને ટ્રેન માટે વાંકાનેર કે રાજકોટ સુધી લંબાવવાનો વારો આવશે
મોરબીમાંથી અવાર નવાર સામાજિક આગેવાનો ઔધોગિક આગેવાનો અને રાજકીય આગેવાનો દ્વારા લાંબા અંતરની ટ્રેન આપવા રાજકોટ ડીવીઝન થી લઇ કેન્દ્રિય રેલ્વે મંત્રી સુધી રજુંઆતો કરવા છતાં રેલ્વે તંત્ર જાણે મોરબીને અન્યાયી વલણ અપનાવવાનું અને તેની સામે એક પણ મોરબીના નેતાઓની કારી ન ફાવતી હોય તેવી સ્થિતિ બની છે
| ReplyForwardAdd reaction |

