હળવદના ટાઉનમાં ગત તા.- 07/08/2024ના રોજ ઘરફોડ ચોરીનો બનાવ બનેલ હતો. જે આરોપીને પકડી પાડવા પોલીસ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન બાતમીના આધારે ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી ધર્મેશ પ્રદીપકુમાર જોષીને પોલીસે ઝડપી લીધો હતો. આ ચોરીમાં ગયેલ આશરે 14 ગ્રામની 2 સોનાની વીટી, 23 ગ્રામનું મંગળસૂત્ર, 15 ગ્રામ સોનાની ચાર જોડી બુટી તેમજ 1 ગ્રામનું એક પેન્ડલ સહીત કુલ રૂ.- 2,66,000 નો મુદામાલ પોલીસે રીકવર કરી, હળવદ પોલીસે તે ચોરી કરનાર આરોપી વિરુદ્ધ ગુનો નોધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

