HomeGujaratજલારામ મંદિર ખાતે વાલગીરીબાપુના સ્મરણાર્થે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પમાં ૧૭૫ દર્દીઓએ લાભ લીધો

જલારામ મંદિર ખાતે વાલગીરીબાપુના સ્મરણાર્થે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પમાં ૧૭૫ દર્દીઓએ લાભ લીધો

રાજકોટની રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ, મોરબીના જલારામ પ્રાર્થના મંદિર તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીના ની ૪ તારીખે શહેર ના શ્રી જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાઈ રહ્યો છે.ત્યારે ગત તા.૪ને બુધવાર ના રોજ પ.પૂ.વાલગીરીબાપુ (ગુરૂ મુંડીયા સ્વામિ)ના સ્મરણાર્થે વિનામુલ્યે કેમ્પ યોજાયો હતો. જેમા ૧૭૫ દર્દીઓએ કેમ્પ નો લાભ લીધો હતો તે ઉપરાંત ૫૪ લોકો ના નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન કરવા માં આવ્યા હતા. રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ ના ડો.બળવંતભાઈ,ડો. અલ્કેશભાઈ ખેરડીયા, ડો.કાનજીભાઈ, ડો.સુદામા, હેમુભાઈ પરમાર, આદમભાઈ,નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખ ના દર્દી ઓ ની તપાસ કરવા મા આવી હતી તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગર નુ સારા મા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે વિનામુલ્યે ઓપરેશન કરવા મા આવ્યુ હતુ. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવા ની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવા મા આવી રહી છે.મોરબી જલારામ મંદિર ખાતે ગત ૩૫ માસ દરમિયાન યોજાયેલ નેત્રમણી કેમ્પ મા કુલ ૧૦૬૯૭ લોકોએ લાભ લીધેલ છે તેમજ કુલ ૪૮૨૨ લોકો ના વિનામુલ્યે સફળ નેત્રમણી ઓપરેશન કરવા મા આવેલ છે ત્યારે પ્રવર્તમાન માસે યોજાયેલ કેમ્પ મા કુલ ૧૭૫ લોકોએ લાભ લીધો હતો તેમજ ૫૪ લોકો ના વિનામુલ્યે નેત્રમણી ઓપરેશન કરવા માં આવ્યા હતા

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW