HomeGujaratમોરબીના લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા આયોજીત વકતૃત્વ સ્પર્ધામાં માધાપરવાડી શાળાની બાળાએ પ્રથમ નંબર...

મોરબીના લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા આયોજીત વકતૃત્વ સ્પર્ધામાં માધાપરવાડી શાળાની બાળાએ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો

રાષ્ટ્રીય શિક્ષક દિવસ ને 5 સપ્ટેમ્બરના રોજ મોરબી આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા મોરબીની ધી વી. સી. ટેક. હાઈસ્કૂલ ખાતે જિલ્લા કક્ષાની વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબીની જુદી જુદી શાળાઓનાં વિધાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં કેટેગરી મુજબ આપેલા પ્રશ્ન માટે પ્રથમ શ્રેષ્ઠ રજૂઆત કરનાર સ્પર્ધકોની યાદી જાહેર કરવામાં આવી છે.

જેમાં કેટેગરી:-1 ધો:- 1, 2, 3, 4માં પ્રશ્ન- તમે મોટાં થઈ શું બનવા ઈચ્છો છો. શાં માટે?માં પ્રથમ શ્રેષ્ઠ :- દેત્રોજા નિયતી મેહુલભાઈ (ધો:-3/ શ્રી નાલંદા વિદ્યાલય વિરપર), કેટેગરી :-2 ધો:-5, 6, 7, 8માં પ્રશ્ન- ‘પઢેગા ઈન્ડીયા તભી તો આગે બઢેગા ઈન્ડીયા’ આપનાં વિચાર જણાવો’ માં પ્રથમ શ્રેષ્ઠ :- પરમાર હેન્સી દિલીપભાઈ (ધો:-8/PM માધાપર વાડી પ્રા.શાળા), કેટેગરી:-3 ધો:-9, 10, 11, 12માં પ્રશ્ન- “આધુનિક શિક્ષણ પદ્ધતિ માં ટેકનોલોજી શિક્ષણ ની જરૂરિયાત’ આપનાં વિચાર જણાવોમાં પ્રથમ શ્રેષ્ઠ (1/1) :- ભૂંભરીયા જાનવી દેવરાજભાઈ (ધો.:-11/ શ્રીમતી એમ. પી. શેઠ ગર્લ્સ હાઈસ્કૂલ મોરબી), પ્રથમ શ્રેષ્ઠ (1/2):- પરમાર મયુર ભરતભાઈ (ધો:-9/ યોગી વિધાલય મોરબી)

કેટેગરી:- 4 કોલેજ સ્ટુડન્ટ, શિક્ષક મિત્રો,વાલીઓમાં પ્રશ્ન- ‘શિક્ષણ એ દરેક નાગરિકનાં વિકાસનો પાયો છે. શિક્ષણ જ દેશનું ભવિષ્ય નક્કી કરે છે’ માં પ્રથમ શ્રેષ્ઠ:- ઉઠમણાં નાઝમિન અબ્બાસભાઈ (B.Ed/ શ્રીમતી. આર. ઓ પટેલ વુમન્સ બી એડ. કોલેજ મોરબી) વગેરે વિદ્યાર્થીઓએ પોતાનું વકતૃત્વ કૌશલ્ય દાખવી શ્રેષ્ઠતા પ્રાપ્ત કરેલ છે. પ્રાથમિક વિભાગમાં પીએમ માધાપરવાડી કન્યા શાળાની વિદ્યાર્થિની હેન્સી દિલીપભાઈ પરમારે પ્રથમ નંબર પ્રાપ્ત કરવા બદલ શાળા પરિવાર તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW