અરબી સમુદ્રમાં મંગળવારે રાત્રે કેટલાક માછીમારો ઘાયલ થતા દરિયામાં ફસાઈ ગયા હતા જે અંગે રેસ્ક્યુ માટે કોલ આવતા ઇન્ડીયન કોસ્ટ ગાર્ડની ટીમ એડવાન્સ લાઈટ ધ્રુવ હેલીકોપ્ટર સાથે રેસ્ક્યુ ઓપરેશન માટે રવાના થઇ હતી આ ટીમમાં બે પાઈલોટ સહીત ચાર જવાન સવાર હતા હરિલીલા વહાણમાં સવાર ઘાયલ ખલાસીનું રેસ્ક્યૂ કરવા કોસ્ટગાર્ડનું ધ્રુવ હેલિકોપ્ટર સમુદ્રમાં પહોંચ્યું હતું જોકે હેલીકોપ્ટરમાં કોઈ ટેકનીકલ ખામી જણાતા સમુદ્રમાં ઇમરજન્સી લેન્ડિંગ કરી રહ્યું હતું ત્યારે તે અચાનક ક્રેશ થઇ ગયું હતું અને દરિયામાં બે ટુકડા થઇ દરિયામાં પડ્યું હતું.

દુર્ઘટના બાદ કોસ્ટગાર્ડના ધ્રુવ હેલિકોપ્ટરમાં સવાર 4 જવાનોમાંથી 1 જવાનને બચાવી લેવાયો હતો અને તેને સારવાર માટે જામનગરની મિલિટરી હોસ્પિટલમાં ખસેડાયો હતો જોકે અન્ય લા 3 જવાનો લાપતા બન્યા હતા જેને શોધી કાઢવા કોસ્ટગાર્ડ દ્વારા 4 શિપ અને 2 હેલિકોપ્ટરોને રવાના કરીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને સર્ચ ઓપરેશન દરમિયાન લાપતા બનેલા કોસ્ટગાર્ડના 3 જવાનોમાંથી 2 જવાનોના મૃતદેહ મળી આવ્યા હતા,જેને દરિયા કાંઠે લાવવામાં આવ્યા હતા અને ત્યાં તેઓને ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ વિદાય અપાઈ હતી

