HomeGujarat*આજીવન શિક્ષક*મોરબીના શિક્ષક મહાદેવભાઈ રંગપરિયા નોકરીથી નિવૃત્તિ થયાં, શિક્ષણ કામ યથાવત

*આજીવન શિક્ષક*મોરબીના શિક્ષક મહાદેવભાઈ રંગપરિયા નોકરીથી નિવૃત્તિ થયાં, શિક્ષણ કામ યથાવત

સામાન્ય રીતે સરકારી નોકરી માંથી નિવૃત્તિ બાદ લોકો યાત્રા પ્રવાસ કે ઘરની પ્રવૃત્તિમાં વ્યસ્ત બની જતા હોય છે. જોકે કેટલાક લોકો નિવૃત્તિ બાદ પણ પોતાની આજીવન સેવા યથાવત રાખે છે. ખાસ કરીને શિક્ષણ પ્રવૃત્તિ સાથે જોડાયેલા શિક્ષકો નિવૃત્તિ બાદ પણ આજીવન શિક્ષક બની અને અન્ય માટે ઉદાહરણરૂપ બનતા હોય છે

શિક્ષક એટલે શીખવવાની ક્ષણે કલાકાર છે તે શિક્ષક,શિક્ષક એટલે શિસ્ત,ક્ષમા અને કર્તવ્યનો સમન્વય, શિક્ષક ક્યારેય નિવૃત્ત થતા નથી,શિક્ષક આજીવન શિક્ષક રહે છે, રહીને શાળાઓમાં જઈ પોતાનામાં રહેલ શક્તિનો ઉપયોગ કરી રહ્યા છે.એમાં વધુ એક મહાદેવભાઈ રેવાભાઈ રંગપરિયા નામના નિવૃત્ત શિક્ષકનું નામ ઉમેરાયું છે.જેઓએ ટંકારા તાલુકાના સીઆરસી અને બીઆરસી તરીકે,જુના લીલાપર, નવી પીપળી અને મહેન્દ્રનગર શાળામાં આચાર્ય તરીકે કામગીરી કરી છેલ્લા એક વર્ષથી વય નિવૃત થયા છે,નિવૃત્તિ વખતે એમની પાસે 200 હક રજા હતી છતાં રજા ભોગવ્યા વગર નિવૃત થયા હતા. હજુ પણ શાળા પ્રત્યે બાળકો પ્રત્યે એટલો જ લગાવ હોય અવારનવાર જુદી જુદી શાળાઓમાં જાય છે અને મહાદેવભાઈ સાંઈઠ વર્ષની ઉંમરે પણ અભીનય ગીત દ્વારા, બાળવાર્તા દ્વારા બાળકોને મજા કરાવે છે,શાળાના બાળકોને મહાદેવભાઈએ અવનવા અભિનય બાળગીતો, બાળવાર્તાઓ અભિનય સાથે હાવ ભાવ સાથે રજૂ કરી ખુબજ મજા કરાવે છે. મહાદેવભાઈ શિક્ષક એટલે શિક્ષણ કાર્ય કરાવવાની સાથે કલાકાર બની બાળકો સાથે બાળક જેવા બની અવનવાં અભનીય ગીતો તેમજ અભ્યાસક્રમમાં આવતા કાવ્યો જેમ કે..મજાની પેલી ડુંગડુગીયા વાળી આવી..જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ.. વગેરે ગીતો કોઈ પણ જાતના સંકોચ કે શરમ રાખ્યા વગર નાના ભૂલકાઓ સમક્ષ પ્રસ્તુત કરે છે બાળકોને પણ ગમ્મત સાથે જ્ઞાન પ્રાપ્ત થાય છે.આ ઉપરાંત તેઓ શાળામાં ચાલતા મધ્યાહ્ન ભોજન તેમજ શાળાની અન્ય વિગતો માટે સંસ્થા દ્વારા સોસિયલ ઓડિટ કરવામાં આવે છે એમાં પણ છેલ્લા એક વર્ષથી ગુજરાત રાજ્યની જુદી જુદી શાળાઓની મુલાકાત લઈ સોશ્યલ ઓડિટનું કાર્ય પણ કરે છે અને વિદ્યાર્થીઓને બાળ ભોગ્ય અભિનય ગીતો દ્વારા મોજ પણ કરાવે છે તો આજના આ શિક્ષકદિનના પવિત્ર દિવસે મુઠી ઉંચેરા નિવૃત્તિ પછી પણ પ્રવૃત્તિસિલ શિક્ષકને સત સત વંદન.સહ..અભિનંદન.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW