HomeGujaratટંકારાના છતર ગામમાં જુગાર રમતા 8 શખ્સો ઝડપાયા, રૂ, 24,800ની રોકડ જપ્ત

ટંકારાના છતર ગામમાં જુગાર રમતા 8 શખ્સો ઝડપાયા, રૂ, 24,800ની રોકડ જપ્ત

ટંકારા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે છતર ગામમાં બે અલગ-અલગ સ્થળોએ જુગાર રમતા ઇસમો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

પ્રથમ કાર્યવાહી દરમિયાન છતર ગામના દેવીપૂજક વાસ વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટના પ્રકાશમાં જાહેરમાં ગોળકુંડાળું બનાવી જુગાર રમતા ત્રણ ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે શૈલેષભાઇ ચમનભાઇ પરમાર (ઉ.વ. ૨૬), સુભાષભાઇ રાજેશભાઇ પરમાર (ઉ.વ. ૨૮) અને અજયભાઇ મહેશભાઇ પરમાર (ઉ.વ. ૨૧), તમામ રહે. છતર ગામ, દેવીપૂજક વાસ, તા. ટંકારા, જી. મોરબીવાળા, પાસેથી રોકડ રૂ. 11,500 સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ અંગે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ટંકારા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

બીજી કાર્યવાહી છતર ગામમાં જય પાનની પાછળ આવેલી શેરીમાં કરવામાં આવી હતી. અહીં પણ લાઇટના અજવાળામાં જાહેરમાં ગોળકુંડાળું બનાવી જુગાર રમતા પાંચ ઇસમોને પોલીસે ઝડપી લીધા હતા. જેમાં અર્જુનભાઇ રાજેશભાઇ પરમાર (ઉ.વ. ૨૩), છગનભાઇ ધનજીભાઇ પરમાર (ઉ.વ. ૩૨), સંજયભાઇ રાણાભાઇ પરમાર (ઉ.વ. ૩૬), સાયદભાઇ જેરામભાઇ પરમાર (ઉ.વ. ૨૭) અને કૃષ્ણભાઇ રાજેશભાઇ પરમાર (ઉ.વ. ૨૧), તમામ રહે. છતર ગામ, તા. ટંકારા, જી. મોરબીનો સમાવેશ થાય છે. તેમની પાસેથી પોલીસે રોકડ રૂ. 13,300નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

બંને બનાવોમાં કુલ 8 ઇસમો સામે પોલીસે જુગાર ધારા હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,590SubscribersSubscribe

TRENDING NOW