મોરબી તાલુકાના ચાચાપર ખાનપર નેસડા સહિતના ગામમાં છેલ્લા કેટલાક મહિનાઓથી અવાર નવાર વીજળી ગુલ થવાની ઘટના બનતી રહે છે આખી રાત વીજળી ગુલ થતા ખેડૂતોને ખેતરમાં પાકને પાણી આપવું હોય તો તેમાં ભારે હાલાકીનો સામનો કરવો પડે છે આ મુદે અનેક વખત ફરિયાદ કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા ખેડૂતોનો ગુસ્સો સાતમાં આસમાને પહોચ્યો હતો અને ખેડૂતો રજૂઆત કરવા અડધી રાત્રે જેટકો કચેરીએ પહોચ્યા હતા ખેડૂતોએ તંત્રની ઉદાસીન વલણ સામે રોષ વ્યકત કર્યો હતો અનેક રજૂઆત કરવા છતાં તેની સમસ્યાઓના ઉકેલ ના આવતા ખેડૂતોએ હાજર કર્મચારીઓનો ઉધડો લઇ લીધો હતો અને આ ફીડરમાં અવાર નવાર ફોલ્ટ સર્જતા ભડાકા થતા હોવાની રાવ કરી હતી ખેડૂતોએ હાલ ચોમાસું પાક ને પાણી આપવાનો સમય હોય જો રાત્રીના સમયે વીજળી ન મળે તો પાકને પાણી ક્યારે આપશે તેવા સવાલ કરી વહેલી તકે તેની સમસ્યા ઉકેલવા માંગણી કરી હતી

