મોરબી શહેરના ભારત નગર વિસ્તારમાં રહેતા અને ધોરણ ૧૦ માં અભ્યાસ કરતા રેહાન રમઝાનભાઈ રાજા નામનો સગીર તેની સાઈકલમાં પડેલ પંચર રીપેર કરવા જતો હતો તે દરમિયાન રસ્તામાં રીલીફ નગર પાસે તેની સાયકલ એક અજાણ્યા શખ્સના બાઈક સાથે અથડાઈ ગઈ હતી આટલી વાતથી ગુસ્સે ભરાયેલ શખ્સે સગીરને બેટથી ફટકાર્યો હતો સગીર પર થયેલા બેટના હુમલાથી માથાંના ભાગે ઈજા પહોચી હતી જેથી ગંભીર હાલતમાં પ્રથમ મોરબી બાદ રાજકોટ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો

