મોરબી પોલીસ પેટ્રોલિંગ દરમિયાન લીલાપર રોડ ઓમકાર રેસિડેન્સી નજીક GJ-36-AH-0013 નંબરનું શંકાસ્પદ હાલતમાં એક્સેસ સ્કુટર લઈને નીકળેલા આરોપી આશિષ રાણાભાઈ વિરડાને અટકાવી તલાશી લેતા, તે એક્સેસની ડેકીમાંથી રૂ.-1000 નો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે તે વિદેશી દારૂ સહીત તેનું એક્સેસ રૂપિયા 51 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. મોરબી સીટી એ-ડીવીઝન પોલીસે તે શખ્સ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ હેઠળ ગુનાની નોધ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.

