HomeGujaratમોરબી જિલ્લા ક્રાઈમ ડાયરી

મોરબી જિલ્લા ક્રાઈમ ડાયરી

(1) વાંકાનેરના વઘાસીયા ગામની સીમમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો

વાંકાનેરના વઘાસીયા ગામની સીમમાં રેલ્વે પાટા પાસે આવેલ આરોપી સહદેવસિંહ ઉર્ફે રાણો ના કબ્જાવાળી વાડી- ખેતરમાં તેને ઈંગ્લીશ દારૂ નો જથ્થો ઉતરાવેલ હોય તેવી પોલીસને બાતમી મળતા પોલીસે તે સ્થળે રેડ મારતા ત્યાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. તેની વાડી માંથી ઈંગ્લીશ દારૂની કુલ બોટલો નંગ-71 કુલ રૂ.- 26,625 ના મળેલ મુદામાલને પોલીસે કબ્જે કર્યો હતો, પરંતુ ઘટના સ્થળે આરોપીની હાજર ન મળતા વાંકાનેર સીટી પોલીસે તે શખ્સને ફરાર બતાવી તેના વિરુદ્ધ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(2) હળવદના રાયધ્રા ગામે રહેણાંક મકાનમાંથી દારૂ બીયરનો જથ્થો સાથે શખ્સ ઝડપાયો

હળવદના રાયધ્રા ગામે પોલીસે બાતમીને આધારે રેડ મારતા આરોપી રોહિત હરજીભાઈ સિણોજીયાના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂના ચપલા નંગ-21 રૂ.- 2100 તેમજ બીયર ટીન નંગ-10 રૂ.- 1000 મળી કુલ રૂ.- 3100નો મળેલ મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો. તે શખ્સ વિરુદ્ધ હળવદ પોલીસે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનાની નોધ કરી છે.

(3) મોરબીના ઉમિયા સર્કલ પાસે કાર ચાલકે રિક્ષાને ટક્કર મારતા રીક્ષા ચાલક ઇજાગ્રસ્ત

મોરબીના ઉમિયા સર્કલ પાસે રમેશભાઈ બાબુભાઈ ચાવડા એ તેની GJ-36-W-0015 નંબરની રીક્ષા લઇ ઉમિયા સર્કલ પાસેથી પસાર થઇ રહ્યા હતા. તે સમયે કોઈ શખ્સ તેની GJ-36-L-7618 નંબરની કાર રોંગ સાઇડમાં પુર ઝડપે અને બેદકારીપુર્વક રીતે ચલાવી તે રિક્ષા સાથે ટક્કર મારતા રીક્ષા ચાલક રમેશભાઈ બાબુભાઇ ચાવડા ઉ.42 નામના યુવાનને તેમજ અન્ય પેસેન્જરોને ઇજાઓ પહોંચાડી હતી. આ બનાવ અંગે તે રિક્ષા ચાલકે કાર ચાલક વિરુદ્ધ મોરબી સીટી એ-ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે, પોલીસે ફરિયાદ નોધી તપાસ હાથ ધરી છે.

(4) મોરબીના વાવડી રોડ પર છોટા હાથી વાહનના ચાલકે બાઈકને હડફેટે લેતા બાઈક ચાલકનું મોત

મોરબીના વાવડી રોડ ઉપર નયારા પેટ્રોલપંપ પાસે રાજેંદ્રસિંહએ તેનું RJ-21-DS-5721 નંબરનું બાઈક લઇ નાની વાવડી પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન GJ-36-V-0973 નંબરના છોટા હાથી વાહનના ચાલકે તે રાજેન્દ્રસિંહ બાઈક ચાલક નામના યુવાનને હડફેટે લઈ તેને ગંભીર ઇજાઓ પહોચાડી નાસી ગયો હતો. આ બનાવ અંગે મૃતકનાએ પિતરાઈ ભાઈ ઉમેદસિંહ લક્ષ્મણસિંહ ભાટી એ મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ મથકમાં છોટા હાથી વાહનના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોધાવી છે, પોલીસે ફરિયાદ નોધી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW