મોરબીના ન્યુ છાત્રાલય રોડ પાસે આવેલ અવધ સોસાયટીમાં રહેતા દીપકભાઈ નારણભાઈ રામોલીયા એ ગત તા.-24/07 ના રોજ તેનું GJ-10-CJ-0211 નંબરનું 25,000 વાળું બાઈક બેલા ગામની સીમમાં આવેલ 66 કેવી જીઈબી સપ્ટેશન બહાર પાર્ક કર્યું હતું. જે બાદ કોઈ અજાણ્યો બાઈકને ચોરી કરી નાસી ગયા હતા. આ બનાવ અંગે દીપકભાઈએ બાઈક ચોરી મામલે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધવી હતી.પોલીસે ફરિયાદ નોધી તપાસ હાથ ધરી છે.

