HomeGujaratરેસ્ટોરેન્ટ કેટરર્સ અને ફૂડ એન્ટરપેન્યોર ને ફૂડમાં બેદરકારીથી જીવજંતુઓના બચાવ માટે ટ્રેનિંગ...

રેસ્ટોરેન્ટ કેટરર્સ અને ફૂડ એન્ટરપેન્યોર ને ફૂડમાં બેદરકારીથી જીવજંતુઓના બચાવ માટે ટ્રેનિંગ અપાઈ

છેલ્લા ઘણા સમયથી રાજ્યભરમાં રેસ્ટોરન્ટ હોટલ અને ખાણીપીણીના અમુક વેપારીઓની વસ્તુઓમાં વંદા, મચ્છર ,માખી, ગરોળી, જેવા જીવજંતુઓ મળવાથી વેપારીઓને જાગૃતિ માટે ગુણવત્તા સભર ખાણીપીણીની વસ્તુઓ બનાવીને વેચે તેના માટે ટ્રેનિંગ નો પ્રોગ્રામ રાખવામાં આવેલ રેસ્ટોરેન્ટ કેટરર્સ અને ફૂડ એન્ટરપેન્યોરને ફૂડમાં બેદરકારીથી જીવજંતુઓ ના બચાવ માટે ટ્રેનિંગ પ્રોગ્રામ કરવામાં આવ્યું. ફૂડ એન્ટરટેન્યોરે ફૂડ બનાવવાનું તથા પીરસવાનું ને આરોગવાના સ્થળ ને સ્વચ્છ -સુઘડ રાખવા જોઇએ સમય સમય પેસ્ટીસાઇઝ કરાવવી જોઈએ. ફૂડ એન્ટરપ્રિન્યોર રેસ્ટોરન્ટ, કેટરર્સ ગ્રાહકોના હિતને સર્વોપરી રાખવો જોઈએ.

ફુડ ના વેપારીઓએ સમય- સમય પર પોતાના ત્યાં કામ કરનારા, રાંધનારા પીરસનારા કારીગરોનું આરોગ્ય પરીક્ષણ કરાવવું જોઈએ. કેપ,એપ્રોન, હેન્ડગ્લોઝ ફરજિયાત બનાવનારે ને પીરસનારે પહેરવા જોઈએ. કારીગરોએ પોતાની અંગત સ્વચ્છતા નું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. ચેપી રોગ કે અન્ય રોગથી પીડાતા કર્મચારીને કામ સોંપવું નહીં. પોતાના ત્યાં રસોઈ અથવા ખાઘ સામગ્રી બનાવવા માટે તથા પીવા માટે ઉપયોગમાં લેવાતા પાણીનું સમય સમય પર પરીક્ષણ કરાવવું જોઈએ તથા સરકારી ધારા ધોરણ મુજબ શુદ્ધ કરેલું હોવું જોઈએ, તે સિવાયનું બિન આરોગ્યપ્રદ પાણી વાપરવું નહીં. દરેકે ફુડના બિઝનેસ કરવા માટે લાયસન્સ અવશ્ય લેવું જોઈએ.

હલકી કક્ષાના રો મટીરીયલ નહીં ખરીદવું જોઈએ અને જે પણ ખરીદી કરીએ તેનો બિલ અવશ્ય રાખવો જોઈએ. પોતાના ત્યાં વપરાતા મટીરીયલ જેમકે ઘી, તેલ ,ચીઝ,ટેબલ માર્ગારીન નો ઉલ્લેખ સ્પષ્ટ ગ્રાહકો ને દેખાય ત્યાં બોર્ડ અવશ્ય લખવું જોઈએ. જેમકે તમારા ત્યાં પામોલીન તેલ વપરાતું હોય તો તે લખવું જોઈએ. હોટલ ,રેસ્ટોરન્ટ ના કિચનમાં અન્ય રાંધવાના અને પીરસવાના સ્થળે સીસીટીવી કેમેરા અવશ્ય લગાવવા.

અમદાવાદ આજે આહારના ચેરમેન નરેન્દ્રસિંહ પુરોહિત ના પ્રયાસોથી ફૂડ એન્ટરટેન્યોર માટે ટ્રેનિંગ નો પ્રોગ્રામ રાખવામાં આવેલ જેમાં ગુજરાત ભરમાંથી અગ્રણી ફૂડ એન્ટરપ્રાઇનોર વેપારીઓ રેસ્ટોરન્ટ, હોટલ, કેટરર્સ, મીઠાઈ, ડેરી ફાસ્ટ ફૂડ ના વેપારીઓ ઉપસ્થિત રહેલ આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ ના જોઈન્ટ કમિશનર એચ એલ રાવત, એસ એ ઓડ સ્ટેટ ડેઝીગ્રેન્ટેડ ઓફિસર , કેતનભાઇ મહેતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સીનીયર ફૂડ ઓફિસર તથા અન્ય ટ્રેનોરો દ્વારા વેપારીઓને ચોમાસામાં તથા આવનારા તહેવારની સિઝનમાં રાખવાની સાવચેતી વિષય પર ગાઈડલાઈન આપવામાં આવી. તેઓને ડેમોસ્ટ્રેશનના દ્વારા સરળ સમજણ આપવામાં આવી કે, પોતાના ધંધાના કિચન અને ડાઇનિંગ એરીયા ને સમય સમય પેસ્ટીસાઇઝ કરાવવું, વપરાતી વસ્તુઓનું બોર્ડ લગાવવું, ચેપી અને બીજા રોગથી પીડાતા કર્મચારીઓ પાસે કામ ના કરાવો, સીસીટીવી કેમેરા લગાવવા ,ખાદ્ય સામગ્રીઓ ને પેકિંગ સારી સ્થિતિમાં મુકવા, બિલવાળા લેવા સારા પ્રોડક્ટ ખરીદવા અને વપરાશ કરવા , હાથ મોજા ટોપી એપ્રોન ફરજિયાત પહેરવા, કારીગરોએ પોતાની અંગત સ્વચ્છતા નું ધ્યાન રાખવું ,પીવાના પાણીને સ્વચ્છ કરીને વાપરવું,લોકોની સુખાકારી માટે ચિંતા કરી સૌ ઉપસ્થિત વેપારીઓએ સંકલ્પ લીધો કે અમે સૌ આરોગ્યપ્રદ, ઉત્તમ,પૌષ્ટિક, તાજો,હાયેજેનીક કન્ડિશનમાં જ ફૂડ લોકોને પીરસશુ.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW