મોરબીના ગોકુળનગરમાં રહેતા કાનજીભાઈ વાલજીભાઈ ડાભી એ ગત તા.01/07/2024ના રોજ તેનું GJ-10-BB-7347 નંબરનું કાળા કલરનુ બાઈક મોરબી રાજકોટ હાઇવે ઇક્વિટી શો-રૂમ પાસે પાર્ક કર્યું હતું. બપોરના બે એક વાગ્યાથી રાત્રીના સાડા આઠેક વાગ્યા દરમ્યાન તે સ્થળેથી કોઇ અજાણ્યો ઇસમ મોટર સાયકલની ચોરી કરી નાસી ગયો હતો. જે બનાવ અંગે કાનજીભાઈએ બાઈક ચોરી અંગે મોરબી સીટી એ-ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવીં છે,પોલીસે ફરિયાદ નોધી તપાસ હાથ ધરી છે.

