રાજ્યમાં કાર્યરત GMERS મેડીકલ કોલેજ દ્વારા તાજેતરમાં મેડીકલ અભ્યાસના અભ્યાસક્રમ માટે લેવાતી ફી માં તોતિંગ વધારો કર્યો હતો રાજ્ય સરકારે સરકારી ક્વોટાની ફી 3.40 લાખથીવ વધારી 5.50 લાખ ફી જાહેર કરી હતી. મેનેજમેન્ટ ક્વોટાની ફી મેનેજમેન્ટ ક્વોટાની વાર્ષિક ફી 9.75 લાખથી વધારી 17 લાખ કરી હતી. તેમજ એનઆરઆઈ કોટાની વાર્ષિક ફી 22 હજાર યુ.એસ. ડોલરથી વધારી 25 હજાર ડોલર તોતિંગ વધારો અચાનક કરવામાં આવ્યો હતો. તેમજ એનઆરઆઈ ક્વોટાની વાર્ષિક ફી 22 હજાર યુ.એસ. ડોલરથી વધારી 25 હજાર ડોલર તોતિંગ વધારો કરવામાં આવ્યો હતો.
મેડીકલ કોલેજ માં થયેલા આ વધારાના કારણે રાજ્યભરમાં વાલીઓમાં રોષ ફાટી નીકળ્યો હતો અને ઠેર-ઠેર ફી ઘટાડો કરવામાં આવે તેવી માંગણી કરી હતી.બીજી તરફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ રાજ્ય ભરમાં વિરોધ શરુ કરતા રાજ્ય સરકારે નમતું જોખ્યું હતું અને GMERS મેડીકલ કોલેજની ગવર્નમેન્ટ ક્વોટા ની સીટમાં 1.75 લાખનો અને મેનેજમેન્ટ ક્વોટામાં 5 લાખનો ઘટાડો કર્યો છે. રાજ્ય સરકારે ગવર્નમેન્ટ ક્વોટામાં જાહેર કરેલી 5.50 લાખ ફીને બદલે હવે 3.75 લાખ નક્કી કરી છે. જ્યારે મેનેજમેન્ટ ક્વોટોમાં જાહેર કરેલી 17 લાખ ફીને બદલે હવે 12 લાખ ફી રહેશે.

