HomeGujaratવાંકાનેરની ઢુવા ચોકડી પાસે અજાણ્યા યુવાને ટ્રક હેઠે કૂદી પડતા ટ્રકના પાછળના...

વાંકાનેરની ઢુવા ચોકડી પાસે અજાણ્યા યુવાને ટ્રક હેઠે કૂદી પડતા ટ્રકના પાછળના જોટામાં આવી જતા મોત

વાંકાનેરની ઢુવા ચોકડી નજીક ભવાની હોટલ સામે રોડ પર GJ-12-Z-3499 નંબરનો ટ્રક પસાર થતો હતો. ત્યારે પરપ્રાંતીય જેવા લાગતા 30થી 35 વર્ષની ઉંમરના અજાણ્યા યુવાને અચાનક ટ્રકના પાછળના જોટા નીચે ઝંપલાવી આપઘાત કરતા તેનું મુત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મૂળ રાજસ્થાન અને હાલમાં મુન્દ્રા ખાતે રહેતા ટ્રક ચાલકે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી છે. મૃતકના હાથ ઉપર અંગ્રેજીમાં નેનું અને હિન્દીમાં નેનુસિંગ તેમજ બાજુમાં ત્રિશુલ ત્રોફાવેલ હોવાનું અને પોચા ઉપર ઓમ ત્રોફાવેલ હોય આ યુવકના વાલી વારસો શોધવા વાંકાનેર તાલુકા પોલીસે તપાસ શરુ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW