HomeGujaratમોરબીની નવયુગ કોલેજ ખાતે નવા ફોજદારી કાયદા અંગે તાલીમી સેમિનાર યોજાયો

મોરબીની નવયુગ કોલેજ ખાતે નવા ફોજદારી કાયદા અંગે તાલીમી સેમિનાર યોજાયો

આગામી સમયમાં આવનાર નવા ફોજદારી કાયદાઓ જેવા કે ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ અંગે નવયુગ ગ્રુપ ઓફ કોલેજ મોરબી ખાતે તાલીમી સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી જીલ્લાના મુખ્ય પોલીસ અધિકારીઓ, ડીવાયએસપી ઝાલા, ડીવાયએસપી સારડા, વિવિધ પોલીસ મથકમાં પોલીસ ઇન્સ્પેકટર, પોલીસ સબ ઇન્સ્પેકટર અને પોલીસ કર્મચારીઓ તેમજ નવયુગ લો કોલેજના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા

જે પ્રસંગે તાલીમી સેમિનારના મુખ્ય સ્વપ્નદ્રષ્ટા નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી ડી કાંજીયાના માર્ગદર્શન હેઠળ પ્રિન્સીપાલ ડો. સંઘવી, ડો. જયવીર પંડ્યા, ડો. પરેશ ડોબરીયાએ સાંપ્રત સમયની જરૂરિયાત અને સરકારના અભિગમથી નવા ફોજદારી કાયદામાં આવનાર ફેરફાર અંગે સેક્શન વાઈઝ દરેક કાયદાની વિસ્તૃત છણાવટ સાથે સમજણ આપી હતી આત્મ નિર્ભર ભારતના અભિગમ મારફત થનાર ફાયદા તેમજ ન્યાય ક્ષેત્રે આવનાર ડીજીટેલઈઝેશન, ઝડપી ન્યાય અને સાર્વભૌમત્વની સુરક્ષા અંગે રસપ્રદ સમજણ તાલીમ સેમીનારમાં આપી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW