મોરબીના વિજયનગર રોહિદાસપરામાં રહેતા જયંતીભાઈ ગાંડુભાઈ સોલંકી એ ગઈકાલે તેના રહેણાંક મકાનમાં પરિવાર સાથે નિચેના રૂમને તાળુ મારી ઉપરના માળે સુવા ગાય હતા.તે દરમિયાન રાત્રીના સમયે કોઇ અજાણ્યા ચોર ઇસમે તેના મકાનના મેઇન દરવાજાનો લોક તોડી ઘરમા પ્રવેશી રૂમમા રાખેલ લોખંડની તિજોરીના લોક તોડી તિજોરીમા રાખેલ સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી કુલ રૂ.-1,64,500 નો મુદામાલ ચોરી કરી ગયા હતા.જયંતીલાલ ગાંડુભાઇ સોલંકી એ ચોરી અંગે મોરબી સીટી બી-ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી,પોલીસે ફરિયાદ નોધી તપાસ હાથ ધરી છે.

