HomeGujaratમોરબી જિલ્લાની પોલીસે કુલ રૂ. 2.37 કરોડના વિદેશી દારૂનો નાશ કર્યો

મોરબી જિલ્લાની પોલીસે કુલ રૂ. 2.37 કરોડના વિદેશી દારૂનો નાશ કર્યો

મોરબી જિલ્લાના મોરબી તાલુકા, મોરબી સીટી એ-ડીવીઝન, મોરબી સીટી બી-ડીવીઝન અને ટંકારા પોલીસ સ્ટેશન મળી કુલ રૂ.2.37 કરોડના ઈંગ્લીશ દારૂના જથ્થો નાશ કરાયો.નામદાર કોર્ટના હુકમથી અન્વયે મોરબી સબ ડીવીઝન મેજીસ્ટ્રેટ સુશીલ પરમારની અધ્યક્ષતામાં ડીવાયએસપી પી એ ઝાલા, ડીવાયએસપી એસ.એચ સારડા, નશાબંધી અને આબકારી વિભાગના સબ ઇન્સ્પેકટર ભાવનાબેન પંચોલીની સમિતિ દ્વારા પ્રો ડીવાયએસપી એન કે પટેલ ટંકારા પોલીસ સ્ટેશન, તાલુકા પીઆઈ એન આર મકવાણા, એ ડીવીઝન પીઆઈ એચ એ વસાવા અને બી ડીવીઝન પીઆઈ એન એ વસાવાની હાજરીમાં આજે મોરબી એ ડીવીઝન, મોરબી બી ડીવીઝન, ટંકારા પોલીસ સ્ટેશન અને મોરબી તાલુકા પોલીસ મથક દ્વારા અલગ અલગ 173 ગુનામાં ઝડપી લેવામાં આવેલ કુલ ઈંગ્લીશ દારૂ અને બીયરના ટીન નંગ-90,561 જેની કુલ કીમત રૂ.-2,37,78,777 ના જથ્થાનો નાશ કરવામાં આવ્યો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW